મુખ્ય સમાચાર
News of Friday, 12th November 2021

સગીરા સાથે ગેંગરેપ કેસમાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારાઈ

દોષિતોને બે-બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો : વિકાસ વર્મા, અમરેન્દ્ર સિંહ ઉર્ફે પિંટૂ. ચંદ્રપાલ, રુપેશ્વર ઉર્ફે રુપેશને નિર્દોષ જાહેર

નવી દિલ્હી : ચિત્રકુટ સગીર ગેંગરેપ કેસમાં ગાયત્રી પ્રજાપતિને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. ગાયત્રી પ્રજાપતિને ગુરુવારે દોષીત જાહેર કરવામાં આવ્યા હતા.

પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બે-બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

 

જાણકારી પ્રમાણે ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ,અશોક તિવારી અને આશીષ શુક્લાને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. ત્રણેય લોકો ગેંગરેપ અને પોક્સો એક્ટની ધારાઓ હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં વિકાસ વર્મા, અમરેન્દ્ર સિંહ ઉર્ફે પિંટૂ. ચંદ્રપાલ, રુપેશ્વર ઉર્ફે રુપેશને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

 

સમાજવાદી સરકારમાં ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ ખનિજ મંત્રી રહી ચૂક્યા છે. ગાયત્રી અને 6 અન્ય લોકો પર ચિત્રકૂટની એક મહિલાએ પોતાની સગીર દીકરી સાથે ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. મહિલાના જણાવ્યા પ્રમાણે, તે મંત્રી ગાયત્રી પ્રજાપતિને મળવા માટે તેમના નિવાસસ્થાને ગઈ હતી. ત્યાર બાદ મંત્રી અને તેમના સાથીઓએ મને નશો કરાવ્યો અને મારી સગીર વયની દીકરી સાથે ગેંગરેપ કર્યો. ફરિયદા બાદ ગાયત્રી પ્રજાપતિ તરફથી પીડિત પરિવારને ધમકી પણ આપવામાં આવી હોવાની વાત સામે આવી હતી.

(8:58 pm IST)