મુખ્ય સમાચાર
News of Saturday, 13th February 2021

વર્ષ 2020માં દેશમાં 965 ભૂકંપના આંચકા અનુભવાયા :એકલા દિલ્હી-NCRમાં જ 13 વખત ધરતીકંપ નોંધાયો

6.0 તીવ્રતાના બે આંચકા, 25 વખત 5.0 થી 6.0 તીવ્રતા, 4 થી 5ની તીવ્રતા વચ્ચે 355 આંચકા, 3 થી 4ની તીવ્રતા વચ્ચે 388 આંચકા આવ્યા

નવી દિલ્હી : વર્ષ 2020માં દેશમાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, ગત્ વર્ષની વાત કરવામાં આવે તો 1લી જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં ભારતમાં 965 ભૂકંપના આંચકા અનુભવાયા. એટલે કે દરરોજ લગભગ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા. દેશના સાઈન્સ, ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકસભામાં આ સવાલનો જવાબ આપ્યો.હતો

   નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી તરફથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગત વર્ષે દેશમાં કુલ 965 ભૂકંપના આંચકા અનુભવાયા જેમાંથી 13 દિલ્હી-NCRમાં અનુભવાયા. આ તમામ આંચકાઓની તિવ્રતા 3 કે તેનાથી વધારે હતી

   મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે 6.0 તીવ્રતાના બે આંચકા અનુભવાયા જ્યારે 25 વખત 5.0 થી 6.0 તીવ્રતાની વચ્ચેના ભૂકંપના આંચકા આવ્યા હતા. 4 થી 5ની તીવ્રતા વચ્ચે 355 આંચકા, 3 થી 4ની તીવ્રતા વચ્ચે 388 આંચકા, અને 2 થી 3ની તીવ્રતાના 108 આંચકા દેશમાં અનુભવાયા. ભારતમાં જે સૌથી તેજ આંચકો અનુભવાયો હતો તે 22 જુલાઈના ચીનના શિજાંગ વિસ્તારમાં આવ્યો હતો. તેની તિવ્રતા 6.4ની હતી

દુનિયાભરના ભૂગર્ભશાસ્ત્રિઓ અને ભૂકંપ એક્સપર્ટનું માનવું છે કે આ સમયે ધરતીની ટેક્ટોનિક પ્લેટો સરકી રહી છે. જેના કારણે આ આંચકાઓ અનુભવાઈ રહ્યાં છે. દેશના મોટા વિસ્તારમાં આ આંચકા અનુભવાયા. લોકો ડર્યાં અને કેટલાંક સ્થળોએ નાનું મોટું નુંકસાન પણ જોવા મળ્યું. જોકે કોઈ જાનહાની થઈ નહોતી

(1:40 pm IST)