મુખ્ય સમાચાર
News of Saturday, 13th February 2021

બોર્ડમાં ટોપ કરનાર વિદ્યાર્થીને સ્વખર્ચે પ્લેનની મુસાફરી કરાવશે

રાજસ્થાનના શિક્ષકની અનોખી પહેલ : લૉકડાઉન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં સારો સ્પર્ધાત્મક ભાવ વિકસે એ માટે શાળાના શિક્ષકની પહેલ

જયપુર, તા.૧૩ : રાજ્યમાં અને દેશમાં કોરોના વાયરસના વેક્સિનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી જતા શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થિતિમાં શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. જોકે, લાંબા સ્ટડી ફ્રોમ હોમ કે ઓનલાઇન સ્ટડીના કારણે બાળકોમાં સ્પર્ધાત્મક ભાવ છુટી ગયો હોય તેવું બની શકે છે. જોકે, બાળકોને બોર્ડમાં સારા પ્રદર્શનની પ્રેરણા આપવા માટે એક શિક્ષકે અનોખી યોજના બહાર પાડી છે. શિક્ષક પોતાની શાળાના બોર્ડમાં ટૉપ કરનાર વિદ્યાર્થીને સ્વ ખર્ચે પ્લેનની મુસાફરી કરાવશે. જાહેરાત રાજસ્થાનના હજારીપુરના સંસ્કૃત વિદ્યાલયની શાળાના શિક્ષક શાંતનુ પારાશર દ્વારા કરવામાં આવી છે. સંસ્કૃત વિદ્યાલય હજારીપુરમાં બોર્ડની પરીક્ષા ટૉપ કરનાર વિદ્યાર્થીને પારાશર સાહેબ પ્લેનની મુસાફરી કરાવશે. સાંભળવામાં ભલે સત્ય લાગે પરંતુ સમાચાર તથ્યથી ભરપૂર છે અને બિલકુલ સાચા છે. અંગે જ્યારે શિક્ષક પારાશર સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આના પાછળ મારો ભાવ ખૂબ સકારાત્મક છે. મારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવ જાગે અને તેઓ કોરોના કાળ બાદ પણ પહેલાંની જેમ પરીક્ષા આપે એવી મારી ઇચ્છા છે. આમ વિદ્યાર્થીઓને સારૃં પ્રદર્શન કરવા માટે આવા શિક્ષકની પહેલના કારણે 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો' કહેવત સાર્થક બને છે. દેશમાં આવા શિક્ષકોનાં કારણે વિદ્યાર્થીઓનાં ભાવિ ઉજળા થતા હોય છે.

(8:55 pm IST)