મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

પહેલી જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત નિયમો નહિ મળે નિઃશુલ્ક : ગ્રાહકોના ખિસ્સાને પડશે બોજો

ચેક લીફ ચાર્જ, સેવિંગ એકાઉન્ટ ચાર્જ અને લોકર ચાર્જમાં ફેરફાર

નવી દિલ્હી : ઔદ્યોગિક વિકાસ બેંક ( આઈડીબીઆઈ બેન્ક )એ ગ્રાહકો માટે એક નવું નોટિફિકેશન જારી કર્યું છે. જેમાં 1 લી જુલાઈથી લાગુ થનારા નિયમો વિષે જાણકારી આપવામાં આવી છે. બેંકે જણાવ્યું છે કે ગ્રાહકો દર વર્ષે ફક્ત 20 પૃષ્ઠોની ચેકબુક નિ:શુલ્ક મળશે. તે પછી દરેક ચેક માટે 5 રૂપિયા ચૂકવવા પડશે.આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે

એકાઉન્ટ ખોલવાના પહેલા વર્ષમાં આઇડીબીઆઇ બેંક તેના ગ્રાહકોને 60 પૃષ્ઠની ચેક બુક વિના મૂલ્યે આપે છે.જ્યારે ત્યારબાદના વર્ષો બેંક 50 પાનાની ચેક બુક આપે છે. તે પછી ગ્રાહકે દરેક ચેક માટે 5 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ શુક્રવારે બેંકે નવી નોટિસ જાર કરી અને ચેક લીફ ચાર્જ, સેવિંગ એકાઉન્ટ ચાર્જ અને લોકર ચાર્જમાં ફેરફાર કર્યા છે.

જોકે, બેંકે એક નોટિસમાં કહ્યું છે કે, 'બચત ખાતા હેઠળ આવતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ થશે નહીં અને તેઓને એક વર્ષમાં વિના મૂલ્યે અમર્યાદિત ચેક મળવાનું ચાલુ રહેશે'. આ ઉપરાંત બેંકે અર્ધ-શહેરી અને ગ્રામીણ શાખાઓમાં રોકડ થાપણો (હોમ અને નોન હોમ) માટેની મફત સુવિધા અનુક્રમે 7 અને 10 થી 5-5 ઘટાડી છે. તેવી જ રીતે, સુપરન સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ્સમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નિ:શુલ્ક વ્યવહારો હાલના 10 અને 12 ની સરખામણીએ ક્રમશ 8 થઈ ગયા છે. બેંકે કેટલીક અન્ય સેવાઓમાં પણ ફેરફાર કર્યા છે

(12:16 am IST)