મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

કાબુલમાં બે મીની વેનમાં બૉમ્બ વિસ્ફોટ : સાત લોકોના મોત : છ લોકો ઘાયલ: કોઇએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં શિયા મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં બે મિનિ વેનમાં થયેલા બોંબ વિસ્ફોટ સાત જણનાં મોત થયા, જ્યારે અન્ય છ જણ ઘવાયા છે .

પશ્ચિમ કાબુલમાં એક જ માર્ગ પર બે કિલોમીટરના અંતરે ઊભેલી બે મિનિ વેનમાં થયેલા વિસ્ફોટમાં કયા પ્રકારનો બોંબ વપરાયો એ સ્પષ્ટ થયું નથી. કોઇએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

પ્રથમ વિસ્ફોટમાં છ જણનાં મોત થયા, જ્યારે બે જણ ઘાયલ થયા, બીજા વિસ્ફોટમાં એક જણનું મોત થયું અને ચાર જણ ઘવાયા હતા.

જ્યાં વિસ્ફોટ થયો એ વિસ્તારમાં મોટાભાગે લઘુમતી હઝરા વંશીય જૂથના લોકો રહે છે કે જેઓ મોટા ભાગે શિયા મુસ્લિમો છે. બહુધા સુન્ની અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો લઘુમતીમાં છે. સ્થાનિક ઇસ્લામિક સ્ટેટ જૂથે એમની સામે યુધ્ધ જાહેર કર્યું છે.

દરમિયાન અમેરિકા અને 'નાટો' એમની અફઘાનિસ્તાનમાંના દળો પાછા ખેંચી રહ્યા છે, જે કામ સપ્ટેમ્બર સુધી ચાલવાની શક્યતા છે.

(1:06 am IST)