મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

જે ડોક્ટરોએ પરીક્ષા નથી આપી તેમના હાથમાં દર્દીને કેવી રીતે સોંપી શકાય ? : કોવિદ -19 ને કારણે ફાયનલ એક્ઝામમાંથી મુક્તિ આપવાની પીજી મેડિકલ છાત્રોની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : કોવિદ -19 ને કારણે ફાયનલ એક્ઝામમાંથી મુક્તિ આપવાની  પીજી મેડિકલ છાત્રોની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવ્યું છે કે જે ડોક્ટરોએ પરીક્ષા નથી આપી તેમના હાથમાં દર્દીને કેવી રીતે સોંપી શકાય ?

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી તથા એમ.આર. શાહની વેકેશન બેંચે કહ્યું કે  શૈક્ષણિક નીતિનો મામલો હોવાથી પરીક્ષામાં મુક્તિ આપતો ઓર્ડર અદાલત પાસ કરી શકતી નથી.

સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે પૂછ્યું હતું કે જે ડોક્ટરોએ પરીક્ષા નથી આપી તેમના હાથમાં દર્દીને કેવી રીતે સોંપી શકાય ?

ખંડપીઠે, જોકે, રિટ અરજીમાં કરાયેલી  વિનંતીને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તબીબી આયોગને નોટિસ પાઠવી  છે .

ડોક્ટર છાત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં તેઓની સતત આંતરિક આકારણી કરવામાં આવી છે અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરિક આકારણીના આધારે તેઓને લાયક ઘોષિત કરવામાં આવ્યા છે. આ અગાઉ ચાઇના યુદ્ધ દરમિયાન, પી.જી. વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પણ અનુસ્નાતક બનવાની મંજૂરી આપવામાં આવી હતી. "તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:19 pm IST)