મુખ્ય સમાચાર
News of Tuesday, 13th July 2021

ટ્વિટરની વધુ એક ગુસ્તાખી :કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવ્યા બાદ રીસ્ટોર કરી

મંત્રી રાજીવ ચંદ્રશેખરના ટ્વિટર એકાઉન્ટને થોડીવાર માટે અનવેરિફાઈ કરાતા બ્લુ ટિક હટાવી લેવાઈ હતી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં નવા બનેલા મંત્રી રાજીવ ચંદ્રશેખરના ટ્વિટર એકાઉન્ટને થોડીવાર માટે અનવેરિફાઈ કરાતા બ્લુ ટિક હટાવી લેવામાં આવી હતી સરકાર સાથે ઘર્ણષ વચ્ચે ટ્વિટરના આ પગલાંથી તેની નીતિ સામે સવાલ ઉભા થયા છે. ટ્વિટરે પોતાની ભૂલ સુધારતા થોડીવારમાં જ મંત્રીના એકાઉન્ટને અનવેરિફાઈ કર્યું હતું અને બ્લુ ટિક ફરી લગાવી હતી.  

 ટ્વિટરના સૂત્રોના મતે કેન્દ્રીય મંત્રીએ પોતાના નામમાં ફેરફાર કરતા આવું થયું હોવાની સંભાવના છે. સૂત્રોના મતે ટ્વિટર પોલિસીમાં એવું છે કે કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલે છે તો ટ્વિટર દ્વારા ઓટોમેટિકલી તેની બ્લુ ટિક હટાવી દેવામાં આવે છે.

રાજીવ ચંદ્રશેખર મોદી કેબિનેટમાં રાજ્ય મંત્રી બન્યા બાદ પોતાનું નામ Rajeev_GOI કર્યું છે. આ ઉપરાંત જો કોઈ એકાઉન્ટ છ મહિના સુધી નિષ્ક્રિય રહે છે ત્યારે વેરિફિકેશનની બ્લુ ટિક હટી જાય છે. ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બનેલા ચંદ્રશેખર અનેક સંસદીય સમિતિનો પણ હિસ્સો છે અને તેમના એકાઉન્ટ પર લાંબા સમયથી વેરિફિકેશનનું બ્લુ ટિક હતું. કમ્પ્યૂટર સાયન્સની ડીગ્રી ધરાવતા રાજીવ ચંદ્રશેખર બિઝનેસમેન છે અને અનેક કંપનીઓનું સંચાલન કરે છે. તાજેતરમાં જ તેમને મોદી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

(9:40 am IST)