મુખ્ય સમાચાર
News of Thursday, 13th August 2020

દિલ્હીમાં PUC નહિ હોય તો ફટકારશે 10,000 સુધીનો દંડ : 13 હોટસ્પોટ સ્થળે 40 ટીમો ચેકિંગ માટે તૈનાત

વધતુ પ્રદૂષણ રોકવા દિલ્હી પરિવહન વિભાગનું અભિયાન: દંડ 10 ગણો વધતા એક મહિનામાં 14 લાખ PUC જારી થયા

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને રોકવા માટે વાહન ચાલકોને સાણસામાં લીધો છે. રાજ્યના પરિવહન વિભાગ (RTO)એ વિશેષ અભિયાન હેઠળ પ્રદૂષણ ફેલાવતા વાહનોનું કડક ચેકિંગ શરુ કર્યું છે. તેમાં જેમની પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ (PUC)નથી તેવા વાહન ચાલસો પાસેથી 10000 રૂપિયા સુધીનો દંડ લેવા માંડ્યુ છે.

રિપોર્ટ મુજબ પરિવહન વિભાગે દિલ્હીમાં 40 ટીમો તહોનાત કરી છે. જે પીયુસી તપાસી રહી છે અને જેમની પાસે સર્ટિ નથી તેમના મેમો ફાડી રહી છે. તેમાં અસંખ્ય વાહન ચાલકો અત્યાર સુધી સપડાઇ ગયા છે.

પરિવહન વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ દિલ્હીમાં તહેનાત 40 ટીમો પ્રદીષ નિયંત્રણ સમિતિએ ઓળખેલા 13 પોલ્યુશન હોટસ્પોટ પર ફોકસ કરશે. તેમાં આનંદ વિહાર, આરકે પુમ, જહાંગીરપુરી, વિવેક વિહાર, માયાપુરી સહિત અન્ય સ્થળો સામેલ છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે હોટસ્પોટ પર તહેનાત ટીમોમાં ડીપીસીસી અધિકારી અને દિલ્હી પોલીસના ટ્રાફિક પોલીસ કર્મીઓ ભેળસેળ અને અશુદ્વિઓ તપાસવા લોકોની ગાડીઓમાંથી પેટ્રોલ-ડીઝલના સેમ્પલ લઇ રહ્યા છે.

રાજધાની દિલ્હી સુધારેલ મોટર વાહન કાયદા લાગુ કરાયો હતો. જેની હેઠળ માન્ય પીયુસી વિનાના વાહન ચાલકો પાસેથી 1000 રૂપિયાનો દંડ લેવાતો હતો. દંડમાં 10 ગણો વધારો એટલે કે 1000ના સીધા 10000 કરી દેવાતા દિલ્હીના આશરે 1000 PUC સ્ટેશનો પર લાગી લાંબી-લાંબી લાઇનો લાગી હતી. ત્યારે એક જ મહિનામાં 14 લાખ પીયુસી જારી કરાયા હતા.

(7:09 pm IST)