મુખ્ય સમાચાર
News of Saturday, 13th August 2022

ટીમ ઈન્ડિયામાં ધોનીની વાપસી! એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં મેન્ટોર તરીકે જોડાશે: BCCI એ કરી જાહેરાત

 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે એવી BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી છે,

બીસીસીઆઈની આ જાહેરાતથી ધોનીના ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 ચાહકો ધોનીને ક્રિકેટના રણનીતિ બનાવવાના સ્પેશ્યાલિસ્ટ તરીકે જોવે છે કારણ કે ધોનીની આગેવાનીમાં જ ભારત ક્રિકેટનાં ત્રણ ફોર્મેટમાં ટ્રોફી જીત્યું છે. ટી ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011 નો ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ધોનીએ ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ જિતાડી છે. હવે તેના દિમાગનો લાભ ગ્રાઉન્ડની બહારથી પણ ટીમ ઈન્ડિયાને મળશે કારણ કે હવેની બે મોટી ટુર્નામેંટમાં ટીમ સાથે ધોની જેવો ધુરંધર ખેલાડી મેન્ટર તરીકે જોડાશે.

(8:18 pm IST)