મુખ્ય સમાચાર
News of Friday, 13th November 2020

૨૪ કલાકમાં ૪૪૮૭૯ નવા કેસ : ૫૪૭ દર્દીનાં મોત

ભારતમાં ૮૧ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં માત્ર ૪.૮૪ લાખ એકિટવ કેસ

નવી દિલ્હી,તા.૧૩: ગુજરાત અને દિલ્હી સહિત દેશના અનેક રાજયોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૮૭ લાખને પાર થઈ ગઈ છે. બીજી બાજુ રાહતની વાત એ છે કે ૮૧ લાખથી વધુ દર્દી સાજા થઈને ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૮૭૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૫૪૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૭,૨૮,૭૯૫ થઈ ગઈ છે

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૧ લાખ ૧૫ હજાર ૫૮૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૪,૮૪,૫૪૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૬૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૨,૩૧,૦૧,૭૩૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૧,૩૯,૨૩૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

અમેરીકા : ૧,૬૧,૫૪૧ કેસો

ભારત : ૪૪,૮૭૯ કેસો

ઈટાલી : ૩૭,૯૭૮ કેસો

બ્રાઝીલ : ૩૪,૬૪૦ કેસો

ઈંગ્લેન્ડ : ૩૩,૪૭૦ કેસો

ફ્રાન્સ : ૩૩,૧૭૨ કેસો

જર્મની : ૨૩,૪૬૨ કેસો

સ્પેન : ૧૯,૫૧૧ કેસો

નવા કેસો : ૪૪,૮૭૯

નવા મૃત્યુ : ૫૪૭

સાજા થયા : ૪૯,૦૭૯

પોઝીટીવીટી રેટ : ૩.૯૪%

કુલ કોરોના કેસો : ૮૭,૨૮,૭૯૫

એકટીવ કેસો : ૪,૮૪,૫૪૭

કુલ સાજા થયા : ૮૧,૧૫,૫૮૦

કુલ મૃત્યુ : ૧,૨૮,૬૬૮

૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૧,૩૯,૨૩૦

કુલ ટેસ્ટ : ૧૨,૩૧,૦૧,૭૩૯

અમેરીકા : ૧,૦૮,૭૩,૯૩૬ કેસો

ભારત : ૮૭,૨૮,૭૯૫ કેસો

બ્રાઝીલ : ૫૮,૮૩,૬૪૭ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(12:36 pm IST)