મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

કોવિદ -19 : પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને મસ્જિદની અંદર નમાઝ અદા કરવા દેવા માટે મંજૂરી આપો : જુમા મસ્જિદ ટ્રસ્ટની બોમ્બે હાઇકોર્ટમાં અરજી : કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં જોવા મળી રહેલા ઉછાળાને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટે અરજી નકારી

મુંબઈ :  પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને મસ્જિદની અંદર નમાઝ અદા કરવા દેવા માટે મંજૂરી માંગતી અરજી જુમા મસ્જિદ ટ્રસ્ટએ બોમ્બે હાઇકોર્ટમાં કરી હતી. જેમાં જણાવાયા મુજબ  7,૦૦૦ લોકોને સમાવી શકતી મસ્જિદમાં 50 લોકોને અંદર આવી નમાજ પઢવાની મંજૂરી આપવા માંગણી કરી  હતી. પરંતુ  કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં જોવા મળી રહેલા ઉછાળાને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટે આજ 14 એપ્રિલના રોજ આ  અરજીનો અસ્વીકાર કર્યો હતો.

ન્યાયાધીશ આર.ડી.ધનુકા અને વી.જી.ની બિષ્ટની ખંડપીઠ સમક્ષ  ટ્રસ્ટ દ્વારા કરાયેલી એક અરજીમાં ટ્રસ્ટે  જણાવ્યું હતું કે અનુયાયીઓને  “ધર્મની સ્વતંત્રતાનો હક્ક મળે તે માટે  મસ્જિદની અંદર પ્રવેશ આપવો જોઈએ.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં COVID-19 કેસની વધતી સંખ્યા અને મહારાષ્ટ્ર સરકારના લોકડાઉન  અંગે 13 એપ્રિલના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં  રાજ્ય સરકારે આપેલા નિર્દેશ મુજબ 1 મે 2021 સુધી તમામ પૂજાસ્થળો  બંધ રહેશે. જેને ધ્યાને લઇ કોર્ટે મસ્જિદની અંદર  નમાઝ પઢવા  માટેની મંજૂરી નકારી હતી. તેવું ડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)