મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

દિલ્હીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 17,282 કેસ: 104 લોકોના મોત

છેલ્લા ચાર દિવસમાં 45 હજાર કરતા પણ વધારે કોરોના કેસ નોંધાયા

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના નવા 17,282 કેસ નોંધાયા છે.જયારે વધુ 104 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની અંદર રાજધાનીમાં 45 હજાર કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા છે.

કોરોનાએ રાજધાની દિલ્હીને કઇ રીતે સકંજામાં લીધી છે તેનો અંદાજો એ વાત પરથી મળવી શકાય કે મંગળવારે દિલ્હીમાં મુંબઇ કરતા પણ વધારે કોરોનાના કેસે સામે આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 7,67,438 કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી7,05,162 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 11,450 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

ગઇ કાલે દિલ્હીમાં કોરોનાના 13,468 કેસ નોંધાયા હતા અને 81 લોકોના મોત થયા હતા. દિલ્હી સરકારનું કહેવું છે કે રાજધાનીમાં કોરોનાની આ તચોથી લહેર છે. કોરોનાને રોકવા માટે સૌથી જરુરી છે કે લોકો કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરે. દિલ્હી સરકારે લોકોને અપાલ કરી છે કે તેઓ ડોક્ટરોની સલાહ બાદ જ હોસ્પિટલમાં દાખલ થાય. સામાન્ય લક્ષણો હોય તો હોસ્પિટલમાં દાખલ ના થાય.

(10:06 pm IST)