મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

દ્રોપદીએ બનાવી હતી સૌથી પહેલા પાણીપુરીઃ ચૌંકાવતું રહસ્ય

બાળક હોય કે વૃદ્ઘ સૌને પાણીપુરી ખુબ ભાવે છે પરંતુ તમને કયારેય એવો વિચાર આવ્યો કે પાણીપૂરીનો ઉદભવ કયારે થયો હતો : સૌથી પહેલા પાણીપુરી કોણે બનાવી હતીઃ મહાભારત સાથે છે સંબંધઃ પાણીપુરીનુ પ્રાચીન નામ ફુલ્કી કહેવામાં આવે છે

નવી દિલ્હી, તા.૧૪: પાણીપુરીને ભારતમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. બતાશે, પાણીપુરી, પકોડી, પતાશે, ગુપચુપ, પુચકા, ફુલ્કી વગેરે નામથી પ્રસિદ્ઘ ચાટને પહેલી વાર દ્રોપદીએ બનાવી હતી.

ભારતમાં સ્ટ્રીટ ફૂડમાં ગજબની વેરાયટી જોવા મળે છે. અહીં પાણીપૂરીથી લઇને ટિક્કી સુધી અલગ અલગ પ્રકારની પકોડીઓ, મોમોઝ, દહીવડા વગેરે વસ્તુઓ મળે છે. દેશના અલગ અલગ હિસ્સામાં પાણીપુરીના અલગ સ્વાદને પસંદ કરવામાં આવે છે. કોઇ પાણીપુરીમાં બટાકા ભરે છે તો કોઇ ચણા અને વટાણા પસંદ કરે છે.

કોરોના સંક્રમણના કારણે લાઙ્ખકડાઉન થયુ હતુ જેના લીધે પાણીપુરી તો નહોતા ખાઇ શકતા પરંતુ તે જાણીને નોલેજમાં વધારો થઇ શકે છે કે પાણીપુરીનો આવિશ્કાર કેવી રીતે થયો અને કયાં થયો હતો.

જયારે દ્રોપદી પોતાના પતિઓ સાથે પહેલીવાર સાસરે આવી ત્યારે કુંતીએ તેને એવુ કંઇક બનાવવા માટે કહ્યું કે જેનાથી પાંડવોનું પેટ ભરાઇ જાય. ત્યારે દ્રોપદીએ પોતાની કળાથી પાણીપુરી તૈયાર કરી હતી. જેને ખાઇને પાંડવો ખુબ ખુશ થયા હતા ત્યારે કુંતિએ દ્રોપદીને અમરત્વનું વરદાન આપ્યુ હતુ.

ગ્રીક ઇતિહાસકાર Megasthenes અને ચીની બૌદ્ઘ યાત્રી Faxian અને Xuanzangનાપુસ્તકમાં પણ લખાયુ છે કે પાણીપુરી સૌથી પહેલા ગંગાના કિનારે વસેલા મગધ સામ્રાજયમાં બનાવવામાં આવી હતી.

માનવામાં આવે છે કે પાણીપુરીની શરૂઆત મગધથી થઇ હતી. આજે જેને દક્ષિણી બિહારના નામથી જાણવામાં આવે છે. તે સમયે તેનું નામ શું રહ્યું હશે તેનો તો કોઇને અંદાજો નથી પરંતુ દ્યણી જગ્યાઓએ તેનું પ્રાચીન નામ ફુલ્કીનો ઉલ્લેખ છે.

મેદસ્વિતાથઈ પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન છે. જો તમે ડાયેટ પર છો અને વજન ઓછુ કરવા ઇચ્છો છો તો ૬ પાણીપુરીની પ્લેટ તમારુ વજન ઓછુ કરવામાં મદદ કરશે. તમને ખબર જ છે કે પકોડીનુ પાણી ચટપટુ હોય છે અને તેને ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી. જેનાથી વજન દ્યટવામાં તમને મદદ મળશે.

ઘણા ડાયટીશીયન સલાહ આપે છે કે પાણીપુરી વજન ઓછુ કરવામાં ત્યારે જ મદદ કરશે જયારે દ્યરે બનેલી પાણીપુરી તમે ખાશો. ઘરે જો તમે ઘઉંની પુરીઓ તૈયાર કરી શકો અને તેને તેલમાં તળી તેમાં જ મસાલો એડ કરીને ખાશો તો તમને વજન ઓછુ થવામાં મદદ મળશે.

ઘરે તૈયાર કરેલા પાણીના ઘણા ફાયદા છે. કારણ કે ઘરના પાણીમાં તમે ફુદીનો, જીરુ અને હીંગ જેવી વસ્તુઓ એડ કરશો જે તમારા પાચન માટે સારુ છે. જો તમે તેમાં લીલા ધાણાનો ઉપયોગ કરશો તો શરીરમાં વધતા સોજાને તે રોકે છે. હીંગ મહિલાઓના પીરિયડ્સના દુઃખાવાને ઓછુ કરે છે. પકોડીના પાણીમાં ઘણા એવા ગુણ હોય છે.

(10:04 am IST)