મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

'લવ યુ જીંદગી'ના ગીત પર ઝૂમતી આ યુવતીને ભરખી ગયો કાળમુખો કોરોના : વિડિયો જોઈને હચમચી જશો

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી એક કોવિડ દર્દીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. કોરોનાકાળમાં ભયાનક અને દર્દનાક તસ્વીરો વચ્ચે આ વીડિયો આશાની નવી કિરણ જગાવી રહ્યો હતો. પરંતુ હવે આ ઝૂમતી જિંદાદિલ યુવતી આ દુનિયામાં નથી. તેનું નિધન થઈ ગયું છે

નવી દિલ્હી,તા.૧૪:  લોકો કહે છે કે જયાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક પળ તેની મન ભરીને જીવો. પરંતુ બહુ ઓછા લોકો આવું કરી શકે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી એક કોવિડ દર્દીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. કોરોનાકાળમાં ભયાનક અને દર્દનાક તસવીરો વચ્ચે આ વીડિયો આશાની નવી કિરણ જગાવી રહ્યો હતો. પરંતુ હવે આ ઝૂમતી જિંદાદિલ યુવતી આ દુનિયામાં નથી. તેનું નિધન થઈ ગયું છે.

ટ્વિટર પર ડો.મોનિકા ગાંગેહે એક હોસ્પિટલના કોવિડ ઈમરજન્સી વોર્ડથી ૩૦ વર્ષની આ મહિલા દર્દીની સ્ટોરી વીડિયો સાથે શેર કરી હતી. જે લાંબા સમય સુધી ટ્રેન્ડ પણ કરી રહી હતી. ટ્વિટરમાં ૮મીમેના રોજ અપાયેલી જાણકારી મુજબ ડો. મોનિકા લાંગેહના વીડિયોમાં જોવા મળી રહેલી આ યુવતીને હોસ્પિટલમાં આઈસીયુ બેડ મળી શકયો નહીં. આથી તે કોવિડ ઈમરજન્સી વોર્ડમાં એડમિટ હતી. તેને NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત તેને રેમડેસિવિર અને પ્લાઝમા થેરેપી પણ અપાઈ રહી હતી. જોકે ડોકટરના જણાવ્યાં મુજબ ત્યારબાદ તેને આઈસીયુ બેડ તો મળ્યો પણ સ્થિતિ સ્ટેબલ નહતી.

ડો. મોનિકા લાંગેહે  કહ્યું હતું કે આ યુવતીમાં દ્રઢ ઈચ્છાશકિત હતી. વોર્ડમાં દાખલ થયા બાદ તેણે પૂછ્યું કે શું તે પોતાનું મનોબળ વધારવા માટે સંગીત વગાડી શકે છે. ડોકટરે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ૨૦૧૬ની મૂવિ ડિયર જિંદગીનું લવ યુ જિંદગી ગીત વગાડ્યું અને તેના પર તે ઝૂમવા લાગી હતી.

ડો. મોનિકા લાંગેહે જે વીડિયો શેર કર્યો તે વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે Lesson: Never Lose Hope એટલે કે હાલાત ગમે તેવા હોય પણ આશા ન છોડતા. હવે આ છોકરીએ તો કયારેય આશા છોડી નહીં પરંતુ કોરોના સામે તે માત ખાઈ ગઈ.

તે સમયે તો ડોકટર તરફથી જણાવાયું હતું કે યુવતીની સ્થિતિ સુધરી રહી છે અને તેને ડિસ્ચાર્જ કરવા ઉપર પણ વિચાર થઈ રહ્યો છે. પરંતુ અચાનક તબિયત બગડી અને તે દુનિયા છોડીને જતી રહી.

(10:09 am IST)