મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

હવે કોરોનાના વળતા પાણી થશે

ગુજરાત - મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાનો પીક આવી ગયો

નવી દિલ્હી તા. ૧૪ : ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત તથા છત્તીસગઢમાં કોરોનાનો પીક આવી ચૂકયો છે. હવે ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટાડા તરફ છે.  સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. પણ કર્ણાટક, આંધ્ર પ્રદેશ તથા તમિલનાડુમાં તમામમાં કોરોનાના પીક આવવાનો બાકી છે. એટલા માટે સતર્ક રહેવાની જરુર છે. સૌથી વધારે સંકટ, કરેળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા તથા તેલંગાણામાં છે. જયાં કોરોના સંક્રમણ ફલકચ્યૂએટ કરી રહ્યો છે. મતલબ કે સતત કોરોનાનો ગ્રાફ ચઢ-ઉતર જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટ આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મહેન્દ્ર કુમાર વર્મા તથા પ્રો. રાજેશ રંજનનો છે. તેમણે આ રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલ્યો છે.

આઈઆઈટીના પ્રો. મહેન્દ્ર કુમાર વર્માએ કોરોના સંક્રમણની બીજી લહેરના પ્રતિદિન કેસના આધાર પર એક સર મોર્ડલ તૈયાર કર્યુ છે. જેના આધાર પર કેસોના વધવા તથા ઘટવાનું આકલન કરી શકાય છે. તેમણે દરેક રાજયોની અલગ રિપોર્ટ તૈયાર કરી છે. પ્રો. વર્માની આ રિપોર્ટમાં પ્રદેશ આધારિત ટીપીઆર (નંબર ઓફ પોઝિટિવ કેસિસ પર ૧૦૦ ટેસ્ટ) અને સીએફ આર( ધ પરસેન્ટેજ ઓફ ડેથ પર ૧૦૦ કેસ)નું પણ આકલન કર્યુ છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં ટીપીઆર તથા સીએફઆર બન્ને વધારે છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ ૮ મે સુધીના આધાર પર તૈયાર કરી મોકલી છે.

આ રાજ્યોમાં આવવાની છે પીક

રાજય

ટીપીઆર

સીએફઆર

કર્ણાટક

૩૧

૦.૮૨

આંધ્રપ્રદેશ

૧૯

૦.૩૮

તમિલનાડુ

૧૬

૦.૭૬

આ પ્રદેશોમાં આવી ચૂકયો છે પીક

રાજય

ટીપીઆર

સીએફઆર

મહારાષ્ટ્ર

૨૧

૧.૫૩

ઉત્ત્।ર પ્રદેશ

૧૨

૧.૨૨

મધ્ય પ્રદેશ

૧૮

૦.૬૬

ગુજરાત

૧.૦૦

છત્તીસગઢ

૨૩

૧.૬૧

દિલ્હી

૨૫

૧.૬૫

આ રાજયોમાં કરી રહ્યા છે ફલકચ્યૂએશન

રાજય

ટીપીઆર

સીએફઆર

કેરળ

૨૭

૦.૧૪

ઝારખંડ

૧૧

૨.૨૨

બિહાર

૧૪

૦.૪૯

રાજસ્થાન

૨૦

૦.૯૧

હરિયાણા

૨૮

૧.૧૭

તેલંગાણા

૦.૮૦

(10:57 am IST)