મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

આવતીકાલથી ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકોને પરત લઇ જવા ફરી વિમાની સેવા શરૂ થશે: પ્રથમ ફ્લાઇટ માટે રજીસ્ટર થયેલ ૭૦ મુસાફરો જઈ શકશે નહીં: ૪૮ ને કોરોના પોઝિટિવ આવ્યો

ભારતથી ઓસ્ટ્રેલિયા માટે ફરી શરૂ થઇ રહેલ આ પ્રથમ ફ્લાઈટમાં રજીસ્ટર થયેલ  સિત્તેર મુસાફરો ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. કારણ કે ૪૮ મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને બીજા ૨૮  લોકો એવા છે જે આ પોઝિટિવ આવેલાઓના તદ્દન નજીકના સંપર્કમાં રહેલા  સંબંધીઓ છે. ભારતમાં કોરોના વિસ્ફોટ થતા ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો અને તેના ઉલ્લંઘન માટે જેલની સજા તથા પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ જાહેર કરી હતી. ભારતે તે સામે સખત વાંધો લીધો હતો. ઓસ્ટ્રેલિયામાં કોરોના કેસો નહિવત છે તેથી બહારથી આવતા લોકો માટે ખૂબ જ કડક સાવધાની રાખવામાં આવે છે.

ભારતમાં રહેલા ઓસ્ટ્રેલિયન  હાઈકમિશનર બેરી ઓ'ફેરેલે કહ્યું કે, તે લોકો માટે આ  દુ:ખદ સમાચાર છે કે તેઓ આવતીકાલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરી શકશે નહીં. ઓસ્ટ્રેલિયામાં રહેલા તેમના પરિવાર માટે પણ આ જ એક દુઃખદ દુર્ઘટના છે."

 "અમે અહીં ભારતમાં કોઈ કોવિડ કટોકટીના મધ્યમાં છીએ અને કોવિડ પરીક્ષણના પરિણામો મેળવવા માટે ઓછામાં ઓછો ૨૪ કલાકનો સમય લાગે છે, તેથી ઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકો વિમાનમાં ઝડપથી સ્થાન મેળવી શકે તેવી સંભાવના ખૂબ ઓછી  છે.

(4:12 pm IST)