મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

પાકિસ્તાન : સર ગંગારામ સ્મારક 10 વર્ષ પછી ફરીથી ખુલ્લું મુકાશે : સુવિખ્યાત સમાજ સેવક તથા વાસ્તુશાશ્ત્રી હતા : સિવિલ એન્જીનીઅર હોવાના નાતે લાહોર શહેરની નગર રચનામાં તેમનું અમૂલ્ય યોગદાન હતું

લાહોર : પાકિસ્તાનના લાહોરમાં આવેલું સર ગંગારામ સ્મારક 10 વર્ષ પછી ફરીથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે . તેઓ સુવિખ્યાત સમાજ સેવક તથા વાસ્તુશાશ્ત્રી હતા .તેમના સ્મારક ઉપર અમુક લોકોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો.જે રાજ્ય સરકારે મુક્ત કરાવતા  હવે આ સ્મારક લોકો માટે આ માસના અંત સુધીમાં ખુલ્લું મૂકી દેવાશે . હાલમાં સ્મારકના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. જે આ માસના અંત સુધીમાં પૂરું થઇ જશે.

ઉલ્લેખનીય છે કે સર રાય બહાદુર ગંગારામ સિવિલ એન્જીનીઅર તથા વાસ્તુશાશ્ત્રી હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.લાહોર શહેરની નગર રચનામાં તેમનું અમૂલ્ય યોગદાન હતું  .તેવું એન.ટી. દ્વારા જાણવા મળે છે

(5:08 pm IST)