મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

ચીનની લેબમાંથી વાઇરસ થયો લીક:દુનિયાના ટોચના 18 વૈજ્ઞાનિકોના ગૃપે કહ્યું -થિયરીને નકારી શકાય નહીં

વાયરસ સંભવિત રીતે ચામાચિડિયામાંથી નિકળીને કોઇ અન્ય પ્રાણી દ્વારા માનવોમાં ફેલાયો

નવી દિલહયી : વિશ્વભરનાં લાખો લોકોનાં મોત માટે જવાબદાર કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ અંગે ચોક્કસપણે કોઈ જાણતું નથી, પરંતુ વિશ્વના ટોચના 18 વૈજ્ઞાનિકોના ગૃપે કહ્યું છે કે ડેટા-સઘન તપાસના આધારે ચીનની લેબમાંથી વાયરસ નીકળવાની થિયરીને નકારી શકાય નહીં, 2019 ના અંતમાં, ચીનમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. તે પછી, વાયરસ વૈશ્વિક સ્તરે 30 લાખથી વધુ લોકોને શિકાર બનાવી ચુક્યો છે. અબજો ડોલરનું આર્થિક નુકસાન થયું છે અને 7 અબજ માનવોનું જીવન પાટા પરથી ઉતરી ગયું છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવિન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસનાં વિકાસ પર સ્ટડી કરનારા જેસી બ્લૂમ સહિત 18 વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રોગચાળાની ઉત્પત્તિ વિશે વધુ સંશોધનની જરૂર છે.

વૈજ્ઞાનિકોના ગૃપમાં શામેલ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ રેલમૈનએ સાયન્સ જર્નલને લખેલા પત્રમાં કહ્યું છે કે, ચીનની લેબમાંથી વાઇરસને લીક કરવા અથવા પ્રાણીઓમાંથી વાયરસના નિકળવાની થિયરીને નકારી શકાય નહીં.

વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વુહાનમાં ઉત્પત્તિ અને કોરોના વાયરસના ચેપનાં ફેલાવા અંગેની તપાસમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી, સાથે સાથે એ સિદ્ધાંત કે લેબમાંથી વાયરસ લીક થવાની થિયરીને તપાસને લાયક પણ માનવામાં આવી નથી, 

 અત્રે ઉલ્લેખનિય છે કે આપણે જાણીએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમે, જે વુહાનમાં કોરોના વાયરસના ચેપનાં પ્રકોપની તપાસ કરવા ગઈ હતી, ચાઇનીઝ વૈજ્ઞાનિકોના સહયોગથી લખાયેલા તેના અંતિમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વાયરસ સંભવિત રીતે ચામાચિડિયામાંથી નિકળીને કોઇ અન્ય પ્રાણી દ્વારા માનવોમાં ફેલાયો છે

(11:17 pm IST)