મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

દિલ્હી હચમચ્યું : મુંડકાની એક બિલ્ડીંગમાં ભીષણ અગ્નિકાંડ સર્જાયો :મૃત્યુઆંક 27 થયો : 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

બિલ્ડિંગમાં હજુ પણ 30થી 40 લોકો ફસાયા: ત્રીજા માળે શોધખોળ ચાલુ : બિલ્ડિંગથી સતત મૃતદેહોને કાઢવાનો સિલસિલો યથાવત્ : બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા : ફાયર વિભાગની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર: દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરૂણ ગોયલની અટકાયત

નવી દિલ્હી :  પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે. ચીફ ફાયર ઑફિસ અતુલ ગર્ગે કહ્યું કે, હજુ પણ બિલ્ડિંગમાં 30થી 40 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ત્રીજા માળે શોધખોળ ચાલી રહી છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઇજાગ્રસ્તોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. બિલ્ડિંગથી સતત મૃતદેહોને કાઢવાનો સિલસિલો યથાવત્ છે. 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે. તો ફાયર વિભાગની 100 લોકોની ટિમ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરૂણ ગોયલની અટકાયત કરવામાં આવી છે

(11:53 pm IST)