મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

ઠાણે જિલ્લાના મુરબાદ વિસ્તારનામીટરમાં ચીપ લગાવીને પિતા-પુત્રએ કરી 5 કરોડની વીજળી ચોરી

ચંદ્રકાન્ત ભાંબરે અને તેના પુત્ર સચિન સામે વીજળી અધિનિયમના વિભિન્ન જોગવાઇ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો

ઠાણે: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં કથિત રીતે વીજળી ચોરવાના આરોપમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ઠાણે જિલ્લાના મુરબાદ વિસ્તારની છે. પોલીસે બન્ને આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. આ જાણકારી એક અધિકારીએ આપી હતી. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની લિમિટેડની ટીમે પાંચ મે ના રોજ ફલેગામમાં એક સ્ટોન ક્રશિંગ એકમ પર છાપો માર્યો હતો. આ પછી ઘટના બહાર આવી હતી.

તેમણે કહ્યું કે મીટર રિડિંગમાં છેડછાડ કરતા ગેજેટના ઉપયોગથી દૂરથી વીજળીની ચોરી કરવામાં આવતી હતી. છેલ્લા 29 મહિનામાં 34,09,901 યુનિટ પર 5.93 કરોડ રૂપિયાની વીજળી ચોરીનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

મુરબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ચંદ્રકાન્ત ભાંબરે અને તેના પુત્ર સચિન સામે વીજળી અધિનિયમના વિભિન્ન જોગવાઇ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તે કલ્યાણ તાલુકાના ફલેગામના રહેવાસી છે. TOI ના રિપોર્ટ પ્રમાણે વિજિલેન્સ ટીમે 5 મે ના રોજ ક્રશર કંપનીના વીજળી મીટરનું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે ક્રશર સંચાલકે મીટરમાં રિમોટ કંટ્રોલ સર્કિટ લગાવીને છેલ્લા 29 મહિનામાં 34 લાખ યુનિટથી વધારે વીજળીની ચોરી કરી છે.

 પ્રારંભિક તપાસમાં માહિતી સામે આવી છે કે મીટર સાથે છેડછાડ કરવામાં આવી હતી અને વીજળીના ખપતના રેકોર્ડ સંદિગ્ધ હતા. જેથી મીટરને જપ્ત કરી લેવામાં આવ્યું છે. લેબોટરીમાં મીટરની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે રિમોટ કંટ્રોલની મદદથી આ સર્કિટને નિયંત્રિત કરવાથી ક્રેશરની વાસ્તવિક વીજળી ખપત મીટરમાં ઓછી દર્જ થાય છે. આ રીતે પિતા-પુત્રએ મળીને 2019ના ડિસેમ્બર મહિનાથી 2022ના એપ્રિલ સુધી કરોડો રૂપિયાની વીજળી ચોરી કરી છે. આરોપીઓ સામે વિદ્યુત અધિનિયમ 2003ની કલમ 135 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

દેશભરમાં ગરમીનું મોજું યથાવત

આકરા તાપ સાથે દેશભરમાં ગરમીનું મોજું યથાવત છે. દિલ્હી, રાજસ્થાન , મહારાષ્ટ્ર , ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીની આસપાસ રહે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સ્થિતિ આગામી 4-5 દિવસ સુધી યથાવત રહી શકે છે.

(5:50 pm IST)