મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

કોરોના કાળમાં પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યુ : આવકની અસમાનતા ચિંતાનો વિષય

મહામારી દરમિયાન ગરીબોની આવક ઘટી અને રોજગાર છીનવાયો જયારે પૈસાદાર લોકો પર ઓછી અસર પડી છે : શેર અને સંપત્ત્િ।માં વધારો નોંધાયો છે

નવી દિલ્હી,તા.૧૪: કોરોના મહામારીને લીધે દેશના અર્થતંત્રમાં આવેલી આવની અસમાનતાને લઇને ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે ચિંતા વ્યકત કરી છે. કોરોનાને લીધે કરાયેલા લોકડાઉન તેમજ પ્રતિબંધોને લીધે ઠપ થઇ ચૂકેલા વ્યાપાર ધંધા અને ઉદ્યોગ પ્રવૃત્ત્િ।ઓ દેશના અર્થતંત્ર પર ભારે અસર છોડી છે. અહીં સુધી કે દેશમાં પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધ્યું છે.

કોરોના મહામારીને લીધે લાદ્યવામાં આવેલા પ્રતિબંધોને લીધે જયાં ગરીબ અને સામાન્ય વર્ગનો વ્પાપાર ધંધો છીનવાયો જેની સીધી અસર તેમની આવક પર પડી. એની સરખામણીએ પૈસાદાર લોકોના કામકાજ અને જીવન પર આ પ્રતિબંધોની અસર ઓછી જોવા મળી રહી છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનું કહેવુ છે કે, કોરોના મહામારી દરમિયાન આવકની અસમાનતા એટલે ધનિક-ગરીબની વચ્ચેનું અંતર વધ્યું છે. તેમણે આ અંગે ચેતવણી આપતાં કહ્યું કે આગળ જતાં આ અંતર દેશના વિકાસની સંભાવનાઓને ઝટકો આપી શકે છે. તેમના મુજબ બજારના કેટલાક પાંસાઓને લીધે કોરોના મહામારી દરમિયાન પણ શેર અને કેટલીક સંપત્ત્િ।ઓના મુલ્યમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે પહેલા એવી આશા જાગી હતી કે આ વર્ષે અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારા જોવા મળશે, પરંતુ મહામારીની બીજી લહેરે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ. ગત વર્ષે અર્થવ્યવસ્થામાં ૪૦ વર્ષમાં પહેલી વાર ઘટાડો આવ્યો. જેની ગંભીર અસર દેશના લાખો પરિવારો પર જોવા મળી છે.

ભારતીય રિઝર્વ બેન્કે પણ ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસ દરના અનુમાનને ૧૦.૫ ટકાથી ઘટાડીની ૯.૫ ટકા કર્યો છે. ડી સુબ્બારાવનું માનવુ છે કે ભારત વિકાસ દરને હાસિલ કરી લે છે તો પણ ઉત્પાદનની ક્ષમતા બે વર્ષ પહેલા, મહામારી પહેલાની ક્ષમતાથી ઓછી જ રહેશે. જો આની સરખામણી ચીન સાથે કરવામાં આવે તો ચીન હજુ સુધી મહામારી પહેલાના વિકાસ દરથી નીચે ગયું નથી. એજ રીતે અમેરિકા પણ આ વર્ષે મહામારી પહેલાની સ્થિતિને હાસિલ કરી લેશે એવી આશા છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નરે આ મુદ્દે ચિંતા વ્યકત કરી હતી કે મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોની આવકમાં ઘટાડો આવ્યો છે અને રોજગાર છીનવાયો છે. એની સામે કેટલાક પૈસાદાર લોકોની સંપત્ત્િ।માં નોંધનીય વધારો થયો છે. તેમણે આ મુદ્દાને સિદ્ઘાંતિક રીતે ખોટો અને રાજનૈતિક દ્રષ્ટિએ નુકસાનકારક ગણાવ્યો હતો.

(9:57 am IST)