મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

હરિયાણાના મંદિરમાં ગોળીઓ મારી સરપંચની ઘાતકી હત્યા

બાઈક ઉપર આરોપી ફરાર : સાથીઓએ ડઝનથી પણ વધારે ગોળીઓ ચલાવી હતી, જેમાંથી અડધો ડઝનથી વધારે ગોળીઓ સરપંચને વાગી

ચરખી દાદરી, તા.૧૪ : પાછલા બે વર્ષથી બે જૂથો વચ્ચે ચાલેલા ગેંગવોરના પગલે જિલ્લાના સાહૂવાસ ગામના સરપંચ સંદીપ કુમારની બાઈક ઉપર આવેલા લોકોએ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. માનવામાં આવે છે કે હત્યારાઓ એક બાઈક ઉપર સવાર થઈ ને આવ્યા હતા. હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. મૃતક સંદીપ સરપંચની લાશ ગામની પહાડી ઉપર સ્થિત એક મંદિરમાં મળી હતી. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસીને અજ્ઞાત લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે અનેક વર્ષોથી બે પક્ષોમાં ગેંગવોર ચાલી રહી છે. કડીમાં સાહૂવાસના ગામના સરપંચ સંદીપની શનિવારે કપૂરી પહાડી સ્થિત એક મંદિરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાની જાણ થતાં પીએસપી બલી સિંહ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસ મૃતક સંદીપની બોલેરો જીપ ઘટના સ્થળે મળી હતી. બે નાળી લાયસન્સ રિવોલ્વર ઉપરાંત કારતૂસ મળી હતી.

સંદીપ સરપંચના પરિવારને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. આમ છતાં પણ સંદીપની દિનદહાડે ગોળીઓછી છલ્લી કરી હત્યા કરી દીધી હતી. ઘટના સ્થળે એફએસએલની ટીમો બોલાવવામાં આવી છે. પોલીસે મંદીરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા છે. અજ્ઞાત લોકો સામે હત્યાને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દી છે.

ડીએસપી બલી સિંહના જણાવ્યા પ્રમાણે બાઈક ઉપર સવાર થઈને અજ્ઞાત યુવકો દ્વારા સરપંચ સંદીપની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના સ્થળે અનેક કારતૂસ મળ્યા હતા. સંબંધમાં પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે પરિજનોના નિવેદન ઉપર કાસની ગેંગના સાથીઓ ઉપર હત્યાનો કેસ નોંધી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવારજનોએ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદીપ કાસની ગેંગના સાથીઓએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

(8:04 pm IST)