મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

યુપીમાં નિકાહ દરમિયાન પાન કાર્ડથી દુલ્હાની પોલ ખુલી

પાન કાર્ડથી યુવક અન્ય ધર્મ હોવાનો ખુલાસો થયો : નિકાહ વખતે દુલ્હો ઉર્દૂના અમુક શબ્દો સરખી રીતે બોલી શક્યો ન હતો, મૌલવીને શંકા જતા સમગ્ર મામલો ખુલ્યો

મહરાજગંજ, તા. ૧૪ : ઉત્તર પ્રદેશના મહરાજજંગમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં નિકાહ દરમિયાન બે પક્ષકારો વચ્ચે બબાલ થઈ હતી. દુલ્હાની એક નાની અમથી ભૂલે તેનું સત્ય સામે લાવી દીધું હતું. જે બાદમાં ગામના લોકોએ દુલ્હાની જોરદાર ધોલાઇ કરી હતી. એટલું નહીં, આખી જાનને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. હકીકતમાં દુલ્હો પોતાનો ધર્મ છૂપાવીને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો. જોકે, નિકાહ દરમિયાન દુલ્હો ઉર્દૂના અમુક શબ્દોનું સરખી રીતે ઉચ્ચારણ કરી શક્યો હતો. જે બાદમાં તેની પોલ ખુલી ગઈ હતી અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે સમગ્ર બનાવ કોલ્હુઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં મૌલવી નિકાહ પઢાવી રહ્યા હતા ત્યારે દુલ્હો ઉર્દૂના અમુક શબ્દો સરખી રીતે બોલી શક્યો હતો. જે બાદમાં લોકોને શંકા પડી હતી. જ્યારે પૂછપરછ કરવામાં આવી તો દુલ્હાની પોલ ખુલી ગઈ હતી. દુલ્હો બીજા ધર્મનો નીકળ્યો હતો. જે બાદમાં લોકોએ દુલ્હાની ધોલાઇ કરી હતી. જાનમાં આવેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો તો ગામના લોકોએ તેમને પકડીને પોલીસના હવાલે કરી દીધા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોલ્હુઈ વિસ્તારની એક યુવતી સાથે સિદ્ધાર્થનગરના એક યુવકની સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ હતી. જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા દિવસોમાં યુવક તેની પ્રેમિકાના ઘરે આવતો જતો થઈ ગયો હતો. કિસ્સામાં યુવતીને છોકરાના ધર્મ વિશે માહિતી હતી, પરંતુ તેણીએ તેના પરિવારને કંઈ જણાવ્યું હતું. આથી યુવતીએ યુવકને મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે રાજી કર્યો હતો.

લગ્નમાં દુલ્હાએ લૉકડાઉન હોવાનું જણાવીને જાનમાં ફક્ત પાંચ લોકોને લાવવાની વાત કરી હતી. નિર્ધારિત તારીખ એટલે કે રવિવારે યુવક પાંચ લોકો સાથે જાન લઈને યુવતીના ઘરે પહોંચ્યો હતો. નિકાહ વખતે યુવક ઉર્દૂના અમુક શબ્દ બોલવામાં થોથવાયો હતો. જે બાદમાં મૌલવીને શંકા પડી હતી. જે બાદમાં તેનું PAN કાર્ડ તપાસવામાં આવ્યું તો તેમાં ફોટો તેનો હતો પરંતુ નામ પરથી તે બીજા ધર્મનો હોવાનો ખુલાસો થયો હતો.

જે બાદમાં આખો કેસ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી છોકરી યુવક સાથે નિકાહ કરવા માટે જીદ પર અડી હતી. છોકરીના પરિવારના લોકો દુલ્હાના ઘરે ગયા હતા, આથી તેઓ ધર્મ વિશેની હકીકતથી અજાણ હતા. પોલીસના કહેવા પ્રમાણે દુલ્હા સહિત લોકોને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. હાલ બંને પક્ષકારો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. છોકરીને વાતની જાણ હતી કે છોકરો બીજા ધર્મનો છે.

(8:04 pm IST)