મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

પતિ દ્વારા પકડાઇ જતાં પ્રેમીએ મહિલાને ઝેરી દવા પીવડાવી

પતિને માહિતી મળતા પોલીસ ફરિયાદ કરી : હંગામી શિક્ષક પ્રેમી મહિલાનું એક વર્ષથી યૌન શોષણ કરી રહ્યો હતો : મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગિરિડીહ, તા. ૧૪ : ઝારખંડના ગિરિડીહના મહેશમુંડામાં એક શિક્ષકે ફોસલાવીને એક મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. મહિલાને પતિએ તેની પત્ની અને શિક્ષકને રંગેહાથ પકડી લીધા હતા. જે બાદમાં આરોપી શિક્ષક મહિલાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના પતિ તરફથી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવ્યા બાદ શિક્ષકે મહિલાને ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કરાયો હતો. હાલ મહિલાની હાલત ગંભીર છે. ગિરિડીહ સરકારી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

આરોપ છે કે હંગામી શિક્ષક મહિલાનું છેલ્લા એક વર્ષથી યૌન શોષણ કરી રહ્યો હતો. અંગેની જાણકારી મહિલાના પતિને મળ્યા બાદ તેણે પોલીસ ફરિયાદ આપી હતી. જે બાદમાં આરોપીએ મોકો જોઈને પીડિતાને ઝેરી દવા પીવડાવી દીધી હતી. બેંગાબાદ પોલીસ મામલે તપાસ કરી રહી છે.

પીડિતાના પતિ અંસારીએ પોલીસ મથકમાં નિવેદન આપ્યું છે કે છેલ્લા એક વર્ષથી ગામનો હંગામી શિક્ષક અભિષેક કુમાર સાવ તેની પત્નીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. સોમવારે સવારે તેણે આરોપીને તેના ઘરની નજીક પોતાની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો હતો. જે બાદમાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પતિએ તેની પત્નીની પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આરોપી છેલ્લા એક વર્ષથી લલચાવી અને ફોસલાવીને તેણી પર બળાત્કાર ગુજારતો હતો. જે બાદમાં બેંગાબાદ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આરોપી ફોસલાવીને પીડિતાને ઘરેથી ભગાડી ગયો હતો અને તેણીને ઝેર પીવડાવી દીધું હતું. પીડિતાએ પણ આરોપી સામે કીટનાશક પીવડાવી દેવાનો આરોપ લગાવ્યો છે.

પીડિતાના પતિનું કહેવું છે કે ઘટનાનો ખુલાસો થયા બાદ તેની પત્ની ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ સુધી ગાયબ રહ્યા બાદ પત્ની ગામની નજીક આવેલા એક મેદાનમાં તરફડિયા મારતી મળી આવી હતી.

(8:05 pm IST)