મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

પાકિસ્તાનમાં હિન્દૂ ધર્મશાળા ધ્વસ્ત કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની રોક : હેરિટેજ સંપત્તિ તરીકે ઘોષિત કરવાનો આદેશ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુ ધર્મશાળા તોડવાના વહીવટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. કરાચીના વહીવટીતંત્રે હિન્દુ ધર્મશાળાને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, જેને ટોચની અદાલતે સ્ટે આપ્યો છે.

લઘુમતીઓના હક માટે 2014 ની સાલના નિર્ણયને લાગુ કરવા માટેની અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો હતો.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદ સહિત ત્રણ ન્યાયાધીશોએ આ નિર્ણય આપ્યો છે. પાકિસ્તાનમાં લઘુમતી આયોગના સભ્ય રમેશ કુમારે પોતાની અરજીમાં કહ્યું હતું કે આ ધર્મશાળા 716 ચોરસ યાર્ડમાં ફેલાયેલી છે. અને તે ધર્મશાળા હતી.

રમેશ કુમારે  તેમના દાવાના સમર્થનમાં હિન્દૂ ધર્મશાળાના જુના 1932 ફોટોગ્રાફ્સ કોર્ટ સમક્ષ  સમક્ષ રજૂ કર્યા હતા. રમેશ કુમારે કહ્યું કે આ મિલકત સત્તાધીશો દ્વારા  દ્વારા કેટલીક  ખાનગી વ્યક્તિઓને ભાડે આપવામાં આવી હતી, જેમણે તેને તોડવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણય સામે સિંધ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જેણે પોતાના નિર્ણયમાં આ મકાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે હવે અહીં એક નવી બિલ્ડિંગ બનાવવામાં આવે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રમેશ કુમાર વતી કોર્ટમાં પુરવાર કરવામાં આવ્યું હતું કે ધર્મશાળાનું  નિર્માણ 1932 માં કરવામાં આવ્યું હતું.જેના આધારે નામદાર કોર્ટે ઉપરોક્ત નિર્ણય લીધો હતો તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)