મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

હું અમેરિકાનો નાગરિક છું , છતાં મારા દિલમાં ભારત છે : ગુગલ સીઈઓ સુંદર પીચાઈએ સિલિકોન વેલીમાં આવેલા ગુગલના હેડ ક્વાર્ટર ખાતે આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્રી તથા ઓપન ઇન્ટરનેટના ભયસ્થાનો વિષે પણ ચર્ચા કરી

કેલિફોર્નિયા  : ગુગલ સીઈઓ ઇન્ડિયન અમેરિકન 49 વર્ષીય સુંદર પીચાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું અમેરિકાનો નાગરિક છું. છતાં મારા દિલમાં વતન ભારત પ્રત્યેનો લગાવ યથાવત છે.

તામિલનાડુમાં જન્મેલા અને ચેન્નાઈમાં શિક્ષણ મેળવી અમેરિકા ગયેલા સુંદર પીચાઈ ગુગલના સીઈઓ હોવા છતાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે નમ્રતા પૂર્વક જણાવ્યું હતું કે  હું અમેરિકાનો નાગરિક છું ,  છતાં મારા દિલમાં ભારત છે. હું આજે જે કાંઈ છું તેમાં વતનનું બહુ મોટું યોગદાન છે.

કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં આવેલા ગુગલના હેડ ક્વાર્ટર ખાતે આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે ફ્રી તથા ઓપન ઇન્ટરનેટના ભયસ્થાનો  વિષે પણ ચર્ચા કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે અમે અમેરિકાના સૌથી વધુ ટેક્સ પેયર્સ છીએ. ઉપરાંત તેઓએ ટુ ફેક્ટર્સ ઓથન્ટિકેશન અપનાવવાની હિમાયત કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)