મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

યુ.એસ.માં ન્યૂજર્સીના ગવર્નર પદ માટેના રિપબ્લિકન ઉમેદવાર જેક સીઆટરેલીને સુશ્રી નીક્કી હેલીએ સમર્થન ઘોષિત કર્યું : સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર તથા યુનાઇટેડ નેશન્સના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલીએ રિપબ્લિકન ઉમેદવારને જીતાડવા ફંડ રેઝિંગ કમપેન શરૂ કરી દીધું : નવેમ્બર માસમાં ચૂંટણી

ન્યુજર્સી :  યુ.એસ.ના ન્યૂજર્સીનાવર્તમાન ડેમોક્રેટ ગવર્નર ફીલ મરફીને પરાજિત કરી ગવર્નર પદના રિપબ્લિકન  ઉમેદવાર જેક સીઆટરેલીને વિજયી બનાવવા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ 9 જુલાઈના રોજ સમર્થન ઘોષિત કર્યું છે.તેમજ તેમને જીતાડવા 11 જુલાઈથી ફંડ રેઝિંગ કમપેન શરૂ કરી દીધું છે.જેનો હેતુ નવેમ્બરની ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટિક ગવર્નર ફિલ મર્ફીને હરાવવાનો છે.

સુશ્રી હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચુક્યા છે .તથા  યુનાઇટેડ નેશન્સના અમેરિકાના એમ્બેસેડર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

 જયારે ન્યૂજર્સીના ગવર્નર પદના રિપબ્લિકન ઉમેદવાર સીઆટરેલ્લી પૂર્વ એસેમ્બલી સભ્ય છે.તથા સ્મોલ બિઝનેસ ફાઉન્ડર છે. નવેમ્બર માસમાં ચૂંટણી યોજાશે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)