મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

સ્વિસ ટેનિસના લિજેન્ડ રોજર ફેડરર ઓલમ્પિકમાં નહીં રમે : ઘૂંટણની ઇજાના કારણે નામ પાછું ખેંચ્યું

વિમ્બલ્ડન વખતે પણ ફ્રેન્ચ ઓપનથી બહાર નીકળી ગયા હતા.

સ્વિસ ટેનિસના લિજેન્ડ રોજર ફેડરરે જાહેરાત કરી હતી કે તેઓ 23 જુલાઈથી શરૂ થનારી ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમેતેમણે ખુલાસો કર્યો કે તેમને ઘૂંટણની ઈજા થઈ છે. ફેડરરે લખ્યું કે, 'ગ્રાસ કોર્ટ સિઝન દરમિયાન, કમનસીબે, મને મારા ઘૂંટણ પર ફટકો પડ્યો, અને મેં સ્વીકાર્યું છે કે મારે ટોક્યો ઓલિમ્પિક રમતોમાંથી ખસી જવું જોઈએ.' તેમણે કહ્યું કે, હું ખૂબ નિરાશ છું, કારણ કે જ્યારે પણ મેં સ્વિટ્ઝરલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે મારી કારકીર્દિનું સન્માન અને હાઇલાઇટ રહ્યું છે.

20 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહયા છે. વિમ્બલ્ડન વખતે પણ ફ્રેન્ચ ઓપનથી બહાર નીકળી ગયા હતા.

ફેડરરે 2012 લંડન ઓલિમ્પિક્સમાં પુરૂષ સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તેણે 2008 બેઇજિંગ ગેમ્સમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જો કે ફેડરર પહેલો ટેનિસ ખેલાડી નથી કે જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓ આવું કરી ચૂક્યા છે. લાલા ગ્રેવેલના કિંગ તરીકે જાણીતા સ્પેનના સ્પેસના રાફેલ નડાલે પણ ટોક્યોથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિમે પણ ઓલિમ્પિકમાંથી બહાર નીકળી ગયો છે. ચાલો તમને જણાવી દઈએ કે નડાલ અને થિમ વિમ્બલ્ડનમાં પણ રમ્યા ન હતા.

(10:58 pm IST)