મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

વેક્‍સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને હવે મુંબઈ એરપોર્ટ પર નેગેટિવ RT-PCR રિપોર્ટની જરૂર નથી

મુંબઈ,તા.૧૪: : મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કહ્યું કે, જે ઘરેલુ યાત્રીઓએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે તેને મુંબઈ એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે નેગેટિવ RTPCR રિપોર્ટની જરૂર નથી. મહત્‍વનું છે કે સરકારે પહેલા જારી કરેલા દિશાનિર્દેશો અનુસાર મુંબઈ એરપોર્ટમાં ઘરેલુ ઉડાનોથી આવનારા દરેક પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરૂરી હતો.  RTPCR રિપોર્ટ મુંબઈ પહોંચ્‍યાના ૪૮ કલાકે પહેલાનો જરૂરી હતો.

આ પહેલા આજે ગ્‍પ્‍ઘ્‍ કમિશનર ઇકબાલ સિંહ ચહલે મહારાષ્ટ્રના મુખ્‍ય સચિવને પત્ર લખ્‍યો હતો અને ભલામણ કરી હતી કે મુંબઈ આવનારા રસીકરણ કરાવેલા તમામ લોકોને આરટી-પીસીઆર ટેસ્‍ટથી છૂટ આપવામાં આવે.

એક દિવસ પહેલા રાજયની સ્‍થિતિને લઈને સ્‍વાસ્‍થ્‍ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી સાથે ચર્ચા કરી હતી. રાજેશ ટોપેએ મુખ્‍યમંત્રી ઠાકરેને લોકોને રાહત આપવા માટે અથવા તો પ્રતિબંધોને સંપૂર્ણ પણે હટાવી લેવા અથવા ફરી ત્રીજી લહેરની આસંકા વચ્‍ચે લોકડાઉનને વધુ કડક કરવાની વાત કરી છે. રિપોર્ટ પ્રમાણે ટોપેએ વર્ચ્‍યુઅલ બેઠકમાં મુખ્‍યમંત્રી ઠાકરેને આ મામલા પર જલદી નિર્ણય લેવાનું કહ્યું છે.

રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે મુખ્‍યમંત્રીને મહામારી અને લોકડાઉનની વર્તમાન સ્‍થિતિ વિશે માહિતી આપી. ટોપેએ કહ્યુ કે, તેમણે મુખ્‍યમંત્રી ઠાકરેને રાજયમાં કેટલાક પ્રતિબંધોને કારણે સામાન્‍ય જનતાને થનારી સમસ્‍યાઓ વિશે માહિતી આપી છે. આ સિવાય તેમણે કહ્યું કે, કેન્‍દ્ર સરકારે રાજયમાં કોવિડ-૧૯ કેસની સંખ્‍યા પર ચિંતા વ્‍યક્‍ત કરી છે. આ પ્રકારે આવનારા દિવસોમાં બધા પાસા પર વિચાર કરી બાદમાં મુખ્‍યમંત્રી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

(10:18 am IST)