WHOનો સનસનીખેજ દાવો
૧૦૪ દેશોમાં ડેલ્ટા પહોંચ્યો : સમગ્ર વિશ્વ ઉપર ખતરો
જે લોકોએ રસી નથી તેમને સંક્રમિત કરી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટ

જીનીવા,તા. ૧૪: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે કોરોનાનું નવું સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટ દૂનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ડેલ વેરિયન્ટ એવા લોકોને સંક્રમિત કરે છે જેમણે રસી નથી લીધી. જે દેશોમાં રસીકરણ ધીમુ છે ત્યાં સ્થિતી વધુ ખરાબ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે કોવિડ -૧૯ નો નવો વેરિએન્ટ શ્નડેલ્ટાશ્ન દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે ડેલ્ટા ફોર્મ, જે ૧૦૪ દેશોમાં પહોંચી ગયો છે. ટૂંક સમયમાં જ આખા વિશ્વમાં કોરોના વાયરસનું સૌથી પ્રબળ સ્વરૂપ બને તેવી સંભાવના છે. ટેડ્રોસે કહ્યું કે કોરોનાના કેસો અને તેના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, કેસમાં ૧૦ અઠવાડિયાના દ્યટાડા પછી ફરી કેસોમાં વધારો થવાની ચિતાં વધી શકે છે.
ટેડ્રોસે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગત અઠવાડિયે ચોથો સપ્તાહ હતો કે કોવિડ -૧૯ ના કેસની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓનાં ૬ ક્ષેત્રોમાંથી એકને બાદ કરતાં અન્ય તમામ કેસોમાં વધારો થયો છે. ટેડ્રોસે કહ્યું કે ૧૦ અઠવાડિયા સુધીના કેસોમાં ઘટાડો થયા પછી આ પ્રકારના કેસોમાં વધારાને કારણે ચિંતા વધી છે. તેમણે કહ્યું કોરોનાનુ નવું સ્વરૂપ ડેલ્ટા દુનિયાભરમાં ઝડપથી પ્રસરી રહ્યું છે, જેના કારણે કેસો અને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ‘ડેલ્ટા'હવે ૧૦૪ દેશોમાં ફેલાયેલો છે અને તે આખા વિશ્વમાં સૌથી પ્રભાવિત સ્વરૂપ બને તેવી આશંકા છે.
ડબ્લ્યુએચઓ વડાએ કહ્યું કે કોવિડ -૧૯નું સ્વરૂપ સતત બદલાતું રહે છે અને વધુ ચેપી બની રહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે, આજે મારો સંદેશ એ છે કે આપણે બગડતા જાહેર આરોગ્યની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જે જીવન, આજીવિકા અને વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ માટે જોખમી બની શકે છે. જે જગ્યા પર રસીની અછત છે ત્યાં વધુ ખરાબ સ્થિતિ પ્રવર્તી શકે છે.
કોરોના ઘટના કેસો અને ધીમી પડતી રફતારને પગલે લોકો કોરોનાને હળવાશથી લેવાની મોટી ભૂલ કરી રહ્યાં છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા ખુબ જ જોખમી છે. જેના ભારતમાં પણ કેટલાક કેસો સામે આવ્યાં છે.