મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

નવજોતસિંહ સિદ્ધુએ આપણા 2વખાણ કરતા પંજાબના રાજકારણમાં ગરમાવો

સિધ્ધુએ કહ્યું -- 'આપ'એ હંમેશા પંજાબ માટે મારા વિઝન અને કામને ઓળખ્યા

પંજાબમાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તે અગાઉ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધ વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સિદ્ધના નિવેદને પંજાબમાં રાજકીય ગરમાવો વધાર્યેા છે.

નવજોત સિંહ સિદ્ધએ કહ્યું કે, વિપક્ષી 'આપ'એ હંમેશા પંજાબ માટે મારા વિઝન અને કામને ઓળખ્યા છે. ૨૦૧૭ પહેલાની વાત હોય કે આજે જેમ હત્પં પંજાબ મોડલ રજૂ કં છું. લોકો જાણે છે કે હકીકતમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.
બધા જાણે છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. સિદ્ધ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વનું પદ ઇચ્છે છે, યારે અમરિંદર સિંહ સિદ્ધને કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી અને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનવા દેવા પણ માગતા નથી.

કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધની લડાઇ દિલ્હી સુધી પહોંચી હતી. અહીં કોંગ્રેસ હાઇકમાન્ડે ત્રણ સભ્યની કમેટી રચી વિવાદનો હલ કાઢવાનો પ્રયાસ કર્યેા. જો કે, અત્યાર સુધી એવું સામે આવી રહ્યું છે કે સિદ્ધ અને અમરિંદર સિંહમાંથી કોઇપણ નમવા માટે તૈયાર નથી.

(11:14 am IST)