મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18,77 કરોડે પહોંચી : 40.48 લાખથી વધુ લોકોના મોત : 349.47 કરોડ લોકોએ અપાઈ વેક્સીન

શ્વનાં 192 દેશો અને પ્રદેશોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18 કરોડ 77 લાખ 42 હજાર 713 થઈ

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 18.77 કરોડ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં 40.48 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમ્યાન, અત્યાર સુધીમાં વિશ્વભરનાં 349.47 કરોડથી વધુ લોકોને કોરોના સામે વેક્સિન આપવામાં આવી છે

  અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વનાં 192 દેશો અને પ્રદેશોમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18 કરોડ 77 લાખ 42 હજાર 713 થઈ ગઇ છે, જ્યારે 40 લાખ 48 હજાર 18 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓએ આ મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 વિશ્વમાં મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોના વાયરસની ગતિ થોડી ધીમી પડી છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3.39 કરોડથી વધી ગઈ છે અને 6.07 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત વિશ્વમાં બીજા અને મોતનાં મામલે ત્રીજા સ્થાન પર છે. ચેપગ્રસ્તની સ્થિતિમાં બ્રાઝિલ હવે ત્રીજા સ્થાને છે. દેશમાં ફરીથી કોરોના સંક્રમણનાં કેસો વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં 1.91 કરોડથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જ્યારે 5.35 લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલ કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં વિશ્વમાં બીજા ક્રમે છે. ફ્રાન્સ ચેપનાં મામલામાં ચોથા ક્રમે છે. જ્યાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 58.82 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 1.11 લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રશિયામાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 57.62 લાખને વટાવી ગઈ છે અને તેના સંક્રમણનાં કારણે 1.42 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તુર્કીમાં કોરોનાથી પ્રભાવિત સંખ્યા 54.93 લાખને વટાવી ગઈ છે અને 50,324 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

(11:21 am IST)