મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ભાજપના અડધા ઉપરાંત ધારાસભ્યોને બે થી વધુ બાળકો છે : જનસંખ્યા નિયંત્રણ ધારો ધારાસભાની ચૂંટણીઓ માટે પણ લાગુ થાય તો ભાજપના ધારાસભ્યોનું શું થશે ? : વિધાનસભામાં 304 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના 152 ધારાસભ્યોને 2 થી 8 બાળકો : એક જ સંતાન હોય તેવા ધારાસભ્યોની સંખ્યા માત્ર 34

ગોરખપુર : ઉત્તર પ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ ધારો લાગુ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આ પ્રસ્તાવ મુજબ બે કે તેથી વધુ સંતાન ધરાવતા લોકો સ્થાનિક ચૂંટણી નહીં લડી શકે.તેઓને સરકારી નોકરી પણ નહીં આપવામાં આવે.તેમજ સરકાર દ્વારા મળતા તમામ લાભો અટકાવી દેવામાં આવશે.સાથોસાથ એક જ સંતાન ધરાવતા લોકોને વિશેષાધિકારો આપવાનો પ્રસ્તાવ છે.

જોકે આ બિલનો અનેક જગ્યાએથી ભારે વિરોધ થઇ રહ્યો છે.  વિધાનસભામાં પણ ખુદ ભાજપના અડધા ઉપરાંત ધારાસભ્યોને બે થી વધુ બાળકો છે . જનસંખ્યા નિયંત્રણ ધારો ધારાસભાની ચૂંટણીઓ માટે પણ લાગુ થાય તો ભાજપના ધારાસભ્યોનું શું થશે ? વિધાનસભામાં 304 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના 152 ધારાસભ્યોને 2 થી 8 બાળકો છે. જયારે એક જ સંતાન હોય તેવા ધારાસભ્યોની સંખ્યા માત્ર 34 છે. તેવું વેબસાઈટ ઉપર મુકાયેલી ઉત્તર પ્રદેશ ધારાસભ્યોની પ્રોફાઈલ વિશેની માહિતી હોવાનું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:39 am IST)