મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનો ખતરો : કેરળમાં શનિ-રવિવારે સંપૂર્ણ લોકડાઉન

સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ બેંકોને 2 દિવસ બંધ રાખવાના આદેશ

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ નબળી પડી છે,પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી રહ્યુ છે. કેરળમાં કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જોતા 17થી 18 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. રાજ્યમાં જે રીતે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા રાજ્ય સરકાર બહું જલ્દી નવી ગાઈડલાઈન જારી કરી શકે છે.

  કેરળમાં કોરોના અને જીકા વાયરસના સંકટને જોવા બેંકમાં હવે ફક્ત 5 દિવસ સુધી કામકાજની પરવાનગી આપવામાં આવી છે જેની સાથે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ બેંકોને 2 દિવસ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસના દર્દી પણ વધ્યા છે. મંગળવારે રાજ્યમાં ત્રણ હજું વધારે નવા કેસ સામે આવ્યા બાદ જીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 18 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જે ત્રણ મામલા સામે આવ્યા છે તેમાં એક બાળક પણ સામેલ છે.

(12:05 pm IST)