મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

કેરળમાં જીકા વાયરસનો કહેર : એક બાળક સહિત વધુ ત્રણ દર્દીમાં જીકા વાયરસની પુષ્ટિ : કુલ 18 કેસ

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે રાજ્યમાં જીકા વાયરસનું સંકટ વધી રહ્યું છે. મંગળવારે જે ત્રણ દર્દીઓમાં જીકા વાયરસ હોવાની ખરાઈ થઈ. જેમાંથી એક 22 મહિનાના બાળકો, એક 46 વર્ષીય વ્યક્તિ અને એક 29 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેલ છે. તેમણે જણાવ્યું કે કોરોનાના ખતરાની વચ્ચે રાજ્યમાં અત્યાર સુધી જીકા વાયરસના 18 મામલા સામે આવી ચૂક્યા છે.

(12:06 pm IST)