મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનનું IG સોનાલી મિશ્રાના હાથમાં સુકાન :પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે

આ વિસ્તાર માદક દ્રવ્યો અને હથિયારોની તસ્કરી માટે કુખ્યાત

નવી દિલ્હી :બોર્ડર સિક્યુરિટી ફોર્સની સોનાલી મિશ્રા પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ  પર પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન સંભાળનારી પ્રથમ મહિલા કમાન્ડર હશે. આ વિસ્તાર માદક દ્રવ્યો  અને હથિયારોની તસ્કરી માટે કુખ્યાત છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પોલીસ સેવા (IPS)ના 1993 બેંચની મધ્યપ્રદેશ કેડરના અધિકારી મિશ્રા જલંધરમાં BSFના પંજાબ ફ્રંટિયરના મુખ્યાલયની નવા મહાનિરીક્ષક (IG) હશે.

અધિકારી હાલમાં દળના મુખ્ય મથકમાં (BSF)ની ગુપ્તચર એજન્સીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પહેલા આઈજીના રુપમાં કાશ્મીર ધાટીમાં BSFનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ત્યાં અર્ધલશ્કરી દળ સેનાના ઓપરેશન કમાન હેઠળ પાકિસ્તાનની સાથે લાઈન ઓફ કંટ્રોલ (LOC)ની રક્ષા કરે છે. પંજાબ અને પાકિસ્તાન સાથે 553 કિલોમીટરની સરહદ ધરાવે છે.

 

કેટલાક બટાલિયન વિસ્તારની દેખરેખ કરે છે. જે સરહદની થી ભારતીય ખેડુતોના ખેતરો અને અમૃતસરમાં અટારી-વાધા બેર્ડર ચેક પોસ્ટ દ્રારા ચિન્હિત છે. આ સરહદા વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રોનની ગતિવિધિ જોવા મળે છે.

અધિકારીઓએ કહ્યું કે, પંજાબ શ્રીમાંતના આઈજી મહિલા યાદવ દિલ્હીમાં મિશ્રાનું સ્થાન લેશે, અંદાજે 2.65 લાખ કર્મચારીઓના મજબુત બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ભારતની કુલ 6,300 કિલોમીટરની સરહદની રક્ષા કરે છે. જેમાંથી ભારત-પાકિસ્તાન આઈબી અંદાજે 2,290 કિલોમીટર લાંબી છે અને આ દેશના પશ્ચિમ સુધી જમ્મુથી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી જાય છે.

(12:22 pm IST)