મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

' કાવડ યાત્રા ' : સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર ,યુ.પી.,તથા ઉત્તરાખંડ રાજ્ય સરકારને નોટિસ : વડાપ્રધાન તો કોવિદ -19 મામલે જરા પણ લાપરવાહી ન રાખવાનું કહે છે અને તમે કાવડ યાત્રાને મંજૂરી કેમ આપી ? : વર્તમાનપત્રોમાં આવેલા અહેવાલોના આધારે નોટિસ પાઠવી નામદાર કોર્ટે ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : 25 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી કાવડ યાત્રાને ઉત્તર પ્રદેશ સરકારે અમુકે નિયંત્રણો સાથે લીલી ઝંડી આપી દીધી છે. તેમજ ઉત્તરાખંડ સરકારે પણ આ અગાઉ મંજૂરી આપી હતી.

વર્તમાન પત્રોમાં આજરોજ બુધવારે આવેલા સમાચારોને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.તથા કાવડ યાત્રાના આયોજન બદલ કેન્દ્ર સરકાર ,યુ.પી.,તથા ઉત્તરાખંડ રાજ્ય સરકારને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.

નોટિસમાં જણાવાયા મુજબ વડાપ્રધાન તો કોવિદ -19 મામલે જરા પણ લાપરવાહી ન રાખવાનું કહે છે અને તમે કાવડ યાત્રાને મંજૂરી કેમ આપી ? તેવો ખુલાસો માંગ્યો છે. જેનો જવાબ શુક્રવાર સુધીમાં આપી દેવા જણાવ્યું છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)