મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

જેલમાં જલસા

હવે જેલમાં કેદીઓને મળશે એવા મિષ્ઠાન અને પકવાન જે તમે પણ નહીં ખાતા હોવ, જાણો

મહારાષ્ટ્રની જેલની કેન્ટીનમાં હવે મિષ્ઠાન અને પકવાન સહીત ઘણી પ્રોડકટ્સ પણ મળશેઃ જેની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી, તેમજ વસ્તુઓનું લીસ્ટ પણ આપવામાં આવ્યું

મુંબઇ, તા.૧૪: જેલનું નામ સાંભળીને તમારી નજર સમક્ષ ફિલ્મોના સીન આવી જાય. અને જયારે જેલના ભોજનની વાત આવે તો તમને એ જ ફિલ્મોમાં બતાવવામાં આવતી પાણી જેવી દાળ અને બળેલી રોટલી જ યાદ આવે. પરંતુ તમને ખબર પડે કે જેલમાં તો ખરેખર એવું જમવાનું નહીં પરંતુ ચિકન, મટન અને તમામ પ્રકારની મીઠાઈઓ મળી રહી છે તો?

આશ્ચર્ય ન કરો. આ વાત સાચી થવા જઈ રહી છે મહારાષ્ટ્રના કેદીઓ માટે. હવે તેમને સજા એ સજા નહીં પરંતુ મજા લાગશે. કારણ કે હવે તેઓ જેલની કેન્ટીનમાં ચિકન, મટન અને તમામ પ્રકારની મીઠાઈ ખાશે. મહારાષ્ટ્રની જેલોમાં હવે કેદીઓને આ બધી ચીજો ખાવા મળશે.

મહારષ્ટ્રના એડિશનલ DGP (જેલ) સુનીલ રામાનંદે આ સંબંધમાં મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી. તેમને જણાવ્યું કે મૂળભૂત ખાદ્ય ચીજોની સાથે આ સ્વાદિષ્ટ વસ્તુઓ પણ કેદીઓની કેન્ટિન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી કુલ ૩૦ સ્વાદિષ્ટ વસ્તુઓ હવે કેન્ટીનમાં મળશે. સુનીલ રામાનંદે તે વાનગીઓની સૂચિ સાર્વજનિક કરી હતી.

તેમણે આપેલી લીસ્ટમાં નામ છે મીઠાઈઓ, બેકરીની વસ્તુઓ, ડ્રાયફ્રૂટ, મોસમી ફળો, દહીં, પનીર, લસ્સી, શરબત, માંસાહારી વસ્તુઓ, કચોરી, ચિકન, મટન, શીરો, લાડવા, શકરપાલા, ચકલી, કરંજી, શ્રીખંડ, મઠો, સેવ, પાપડી, અથાણું, સમોસા, ચ્યવનપ્રાશ, મૈસોરપાક, જલેબી, પેંડા, ચા, કોફી, ફેસ બોશ, હળદર ક્રીમ, એનર્જી બાર, ગ્લુકોન ડી, સાબુ, અગરબત્ત્।ી, બૂટ પોલિશ, ગ્રીટિંગ કાર્ડ, મિકસ વેજ, ઇંડા કરી, વડા પાવ, મકાઈ ફ્લેકસ, બોર્નવિટા, ચોકલેટ, બાફેલા ઇંડા, પનીર મસાલા, પુરણ પોલી, આમલા કેન્ડી, મુરબ્બો, ગુલાબ જામુન, કેરી, જામફળ, બદામ શેક, છાશ, દૂધ, ગોળ, ગાયનું શુદ્ઘ દ્યી, માખણ, ખીચડી, લાડુ, બેસન લાડુ, આલુ ભજીયા.

તમને ખ્યાલ હોય તો કેદીઓ પાસેથી જેલમાં કામ કરાવવામાં આવે છે. તેના બદલામાં તેમને ચૂકવણી પણ કરવામાં આવે છે. આ રકમનો ઉપયોગ કરીને તેઓ કેન્ટીનથી ચીઝવસ્તુઓ ખરીદી શકશે. આ સિવાય કેદીઓને ઘરેથી રકમ મોકલવાની અનુમતિ છે. તે રકમથી પણ તેઓ ખરીદી શકશે આ બધી વસ્તુઓ.

(3:28 pm IST)