મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

અમેરિકાના ' એન્ટી ડ્રગ ઓફિસર ' તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.રાહુલ ગુપ્તાની નિમણુંક : દેશની ડ્રગ કંટ્રોલ પોલીસીનું નેતૃત્વ કરશે : દિલ્હીની મેડિકલ કોલેજના સ્નાતકનો અમેરિકામાં દબદબો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બીડને 13 જુલાઈના રોજ ઇન્ડિયન અમેરિકન ડો.રાહુલ ગુપ્તાની ' એન્ટી ડ્રગ ઓફિસર ' તરીકે નિમણુંક કરી છે.

ડો.ગુપ્તા વેસ્ટ વર્જિનિયાના પૂર્વ હેલ્થ કમિશ્નર છે.જેમણે રાષ્ટ્રવ્યાપી રોગચાળા વિરુદ્ધ અગ્ર હરોળની કામગીરી બજાવી છે.હવે તેઓ દેશની ડ્રગ કંટ્રોલ પોલીસીનું નેતૃત્વ કરશે .

ડો.ગુપ્તાની નિમણૂકને વેસ્ટ વર્જિનિયાના રિપબ્લિકન ગવર્નર ,ડેમોક્રેટ સેનેટર ,સહિતનાઓએ વધાવી છે.

એક અંદાજ મુજબ છેલ્લા એક જ વર્ષમાં ડ્રગના સેવનથી અમેરિકામાં 90 હજાર લોકો મોતને ભેટ્યા છે.તેથી ડ્રગ કંટ્રોલ પોલિસી દેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ડો.ગુપ્તાએ દિલ્હી યુનિવર્સીટીની મેડિકલ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. જેમણે અમેરિકાની ધરતી ઉપર વતનનું નામ રોશન કર્યું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:51 pm IST)