મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

યુ.એસ.માં કેલિફોર્નિયાના એસેમ્બલી કેન્ડિડેટ સુશ્રી જનાની રામચંદ્રને ડેમોક્રેટ પાર્ટી ઉપર પક્ષપાતનો આરોપ લગાવ્યો : પ્રાઈમરી ચૂંટણીમાં 9 ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં બીજા ક્રમે આવેલા સુશ્રી જનાની અને પ્રથમ ક્રમના ડેમોક્રેટ મહિલા ઉમેદવાર વચ્ચે નવેમ્બરમાં ટક્કર : પાર્ટીએ પ્રથમ ક્રમના ઉમેદવારની તરફેણ કરી હોવાનો આક્ષેપ

કેલિફોર્નિયા : કેલિફોર્નિયામાં 18 મા ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ એસેમ્બલી કેન્ડિડેટ તરીકે 9 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી.જેમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી જનાની રામચંદ્રન બીજા ક્રમે આવ્યા હતા.

તેમણે પ્રથમ ક્રમે આવેલા મહિલા ઉમેદવાર મિયા બોંટાની પાર્ટીએ તરફેણ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. મિયા બોંટા પૂર્વ એસેમ્બલીમેન રોબ બોંટાના પત્ની છે.

બંને મહિલા ઉમેદવારો વચ્ચે હવે નવેમ્બર માસમાં ટક્કર થશે. જો સુશ્રી જનાની વિજેતા થશે તો તેઓ કેલિફોર્નિયાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા એસેમ્બલી વુમન બનશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કેલિફોર્નિયાના સૌપ્રથમ એસેમ્બલીમેન તરીકે શ્રી આશ કાલરા છે. અને હવે જો સુશ્રી જનાની વિજેતા થાય તો  તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા એસેમ્બલી વુમન બનશે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)