મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

ટાટા કન્સલ્ટન્સી કંપનીએ યુ.કે.માં છેલ્લા પાંચ વર્ષમાં 7 હજાર કર્મચારીઓની ભરતી કરી : આઈ.ટી.ક્ષેત્રે યુ.કે.માં સૌથી વધુ રોજગારી આપનાર કંપની તરીકે પ્રથમ ક્રમે : જાયન્ટ ગણાતી ભારતની આ કંપનીના કર્મચારીઓની સંખ્યા18 હજારને આંબી ગઈ

ન્યુદિલ્હી : ભારતની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ટાટા કન્સલ્ટન્સી કંપનીએ યુ.કે.માં પણ વતનનું નામ રોશન કર્યું છે. જે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ 7 હજાર કર્મચારીઓની ભરતી કરી છે. જેમાં 1800 ટ્રેઈનીનો પણ સમાવેશ થાય છે.

ટેક્નોલોજી ક્ષેત્રે યુ.કે.માં સરેરાશ 17 ટકા મહિલા કર્મચારીઓની છે. જેની સરખામણીમાં ટીસીએસ 28 ટકા સાથે યુ.કે.ની પ્રથમ ક્રમની કંપની બની છે.સાથોસાથ આઈ.ટી.ક્ષેત્રે યુ.કે.માં સૌથી વધુ રોજગારી આપનાર કંપની તરીકે પણ પ્રથમ ક્રમે છે.

કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા હવે 18 હજારને આંબી ગઈ છે. અને હજુ 2021 ની સાલ દરમિયાન વધુ 1800 કર્મચારીઓની ભરતી કરવાની નેમ ધરાવે છે.તેવું ટી.ઓ.આઈ.દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)