મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પશ્ચિમ બંગાળના ભાજપ આગેવાન સુવેન્દુ અધિકારીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : મમતા બેનર્જીએ પડકારેલી નંદીગ્રામ ચૂંટણીનો કેસ પશ્ચિમ બંગાળ બહાર ચલાવવા અરજ કરી

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળમાં 2021 ની સાલમાં યોજાઈ ગયેલી ધારાસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક ઉપરથી પરાજિત કરી ચૂંટાઈ આવેલા ભાજપ આગેવાન સુવેન્દુ અધિકારીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

એક વખતના મમતા બેનર્જીની નિકટના ગણાતા તૃણમૂલ કોંગ્રેસના આગેવાન સુવેન્દુએ 2020 માં તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી હતી.તથા ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપે નંદીગ્રામ બેઠક ઉપર ટિકિટ આપી હતી. જ્યાંથી મમતા બેનર્જી તેમની સામે ચૂંટણી લડ્યા હતા અને 1,956  મતોથી પરાજિત થતા તેમણે ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારી હતી.

હાઇકોર્ટમાં તેમનો કેસ જસ્ટિસ કૌશિક ચંદા પાસે આવ્યો હતો.પરંતુ મમતાએ તેમનું જોડાણ બીજેપી સાથે હોવાનો આરોપ લગાવતા તેઓ કેસમાંથી નીકળી ગયા હતા. તથા હવે આ કેસ જસ્ટિસ શમ્પા સરકાર પાસે આવતા તેમણે સુવેન્દુ અધિકારીનો ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે. જેના અનુસંધાને સુવેન્દુ અધિકારીએ તેઓનો કેસ રાજ્ય બહાર ચલાવવા સુપ્રીમ કોર્ટમાં અરજ ગુજારી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)