મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

પાકિસ્તાનનો ડ્રોનથી આતંક ફેલાવવા પ્રયાસ, ચીનની મદદ

ચીન પાકિસ્તાનને નવી ડ્રોન ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે : જમ્મુના એરફોર્સ સ્ટેશન પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો

નવી દિલ્હી, તા.૧૪ : ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે સતત પ્રયત્ન કરતા રહેતા પાકિસ્તાને હવે ડ્રોનની મદદથી ભારતમાં દહેશત ફેલાવવાનુ કાવતરુ ઘડયુ છે અને તેમાં ચીન પાકિસ્તાનની મદદ કરી રહ્યુ છે. ચીન પાકિસ્તાનને નવી ડ્રોન ટેકનોલોજી પૂરી પાડી રહ્યુ છે.જેથી ડ્રોનના ઉપયોગથી ભારતમાં પાકિસ્તાન હથિયાર મોકલી શકે.તાજેતરમાં જમ્મુના એરફોર્સ સ્ટેશન પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. પછી છાશવારે સીમા પારથી આવતા ડ્રોન દેખાઈ રહ્યા છે અને સેનાના જવાનોને તેના પર ફાયરિંગ કરવુ પડી રહ્યુ છે. હવે સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે, ચીનની ટેકનિકથી બનેલા ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે.જેના કારણે પાકિસ્તાન ડ્રોન વડે હથિયારો મોકલી રહ્યુ છે.ડ્રોનને મોકલવા માટે પાકિસ્તાને પોતાની સીમામાં લોન્ચિંગ પેડ બનાવ્યા છે.જેના પર ડ્રોનમાં હથિયારો મુકીને મોકલવામાં આવી રહ્યા છે.

પહેલા પણ હથિયારો ફેંકવા આવેલા જે ડ્રોન પકડાયા હતા તેની ચકાસણીથી સ્પષ્ટ થયુ હતુ કે, ડ્રોન ચીને તૈયાર કરેલા છે.

જમ્મુ એરબેઝ પર હુમલો થયા બાદ જમ્મુ કાશ્મીરમાં ડ્રોન બેન કરી દેવાયા છે.આમ છતા સીમા પારથી છાશવારે ડ્રોન દેખાઈ રહ્યા છે.

(7:35 pm IST)