મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

ફેક ન્યુઝ આપતા પત્રકારો પ્રેસની છબી બગાડે છે : ચોથી જાગીર ગણાતા મીડિયાના અમુક પત્રકારો સાચા ખોટા દરેક કેસમાં પોતાની ઓળખનો ઉપયોગ ઢાલ તરીકે કરે છે : પીળું પત્રકારિત્વ અપનાવતા પત્રકારોની ઓળખ કઈ રીતે કરવી ? : મદ્રાસ હાઇકોર્ટે ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનનો અભિપ્રાય માંગ્યો

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનનો અભિપ્રાય માંગ્યો છે. જેમાં જણાવ્યા મુજબ પીળું પત્રકારિત્વ અપનાવતા પત્રકારોની ઓળખ કઈ રીતે કરવી ? તેવો સવાલ પૂછ્યો છે.

નામદાર કોર્ટે પૂછ્યા મુજબ ચોથી જાગીર ગણાતા મીડિયાના અમુક પત્રકારો સાચા ખોટા દરેક કેસમાં પોતાની ઓળખનો ઉપયોગ ઢાલ તરીકે કરે છે . તથા આવા ફેક ન્યુઝ આપતા પત્રકારો પ્રેસની છબી બગાડે છે .
કારણકે મીડિયામાં આવતા સમાચારો વાચકો સાચા માની લ્યે છે.

સાથોસાથ જોઈ ચકાસીને સમાચાર પ્રસિદ્ધ કરતા પત્રકારોને રક્ષણ આપવા પણ નામદાર કોર્ટે ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે મંદિરમાંથી ચોરાયેલી એક મૂર્તિ અંગેના કેસ મામલે મદ્રાસ હાઇકોર્ટે ઉપરોક્ત સવાલ ઉઠાવ્યો હતો તેવું ઈ.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)