મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

મોદી સરકાર -સંસદના ચોમાસુ સત્રમાં 17 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં

સરકાર તરફથી 17 ખરડામાંથી ત્રણ વિધેયક અધ્યાયદેશોનો સમાવેશ

નવી દિલ્હીઃ મોદી સરકારે સસંદના ચોમાસુ સત્રમાં રજૂ કરવા માટે 17 નવા ખરડાની યાદી તૈયાર કરી લીધી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, સંસદનુ ચોમસા સત્ર 19 જુલાઇના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

સરકાર તરફથી શરૂ થનાર આ 17 ખરડામાંથી ત્રણ વિધેયક અધ્યાયદેશોના સ્થાને લેવાના છે. હકિકતમાં સંસદનું સત્ર શરૂ થતા અધ્યાદેશને પ્રસ્તાવના રૂપમાં સંસદની મંજૂરી મેળવવાની હોય છે, કારણ કે 42 દિવસ કે છ સપ્તાહમાં તેના અસરકારકતા રહેવાની સમયસીમા સમાપ્ત થઇ જાય છે.

સરકાર તરફથી 30 જૂને એક વટહુકમ લવાયો હતો જે આવશ્યક રક્ષા સેવાઓ સાથે સંકળાયેલા લોકોના આંદોલન કે હડતાળ પાડવા પર રોક સંબંધિત છે.

આયુધ કારખાના બોર્ડ (ઓએફબી)ના કેટલાક મુખ્ય ફેડરેશન તરફથી અચોક્કસ મુદ્દતની હડતાળની ઘોષણા કરવાની પૃષ્ઠભૂમિમાં આ વટહુકમ લવાયો હતો.

ગત 12 જુલાઇના રોજ જારી લોકસભાના બુલેટિન અનુસાર આવશ્યક રક્ષા સેવા બિલ 2021ને પણ વટહૂકમના સ્થાને લાવવાનું નક્ક કર્યુ છે.

તે ઉપરાંત સરકારે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (સંશોધન) બિલ 2021 લઇને આવશે. તે પણ વટહુકમના સ્થાને રજૂ કરવમાં આવશે. આ બિલ નાના ને સૂક્ષ્‍મ એકમો હેઠળ આવતા દેવાદાર ઉદ્યોગોને નાદારી સમાધાનની પ્રક્રિયામાં સુવિધા આપવા માટેનો છે.

(11:46 pm IST)