મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

યોગી આદિત્યનાથને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ : રાજસ્થાનથી ઝડપાયો સરફરાજ

યુપી 112ના વોટ્સએપ નંબર પર આરોપીઓએ સીએમ યોગીને આપી હતી ધમકી : લખનઉ સાયબર સેલે સરફરાઝની ભરતપુરથી ધરપકડ કરી

લખનૌ તા.14 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપમાં લખનઉ સાયબર સેલે આરોપી સરફરાઝની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી હતી. યુપી 112ના વોટ્સએપ નંબર પર આરોપીઓએ સીએમ યોગીને ધમકી આપી હતી. આ મામલે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથને ત્રણ દિવસની અંદર બે વાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 8 ઓગસ્ટ પહેલા સીએમને 2 ઓગસ્ટે ધમકીઓ પણ મળી હતી. વળી, યુપી ચૂંટણી પહેલા તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે ગોરખપુર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

એટલું જ નહીં આદિત્યનાથને શનિવારે એટલે કે 13 ઓગસ્ટના રોજ પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. લખનઉના આલમબાગ વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી અને દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાવી દેવાની વાત કહી હતી. ત્યાર બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

(11:53 pm IST)