મુખ્ય સમાચાર
News of Tuesday, 14th September 2021

રાજ્યપાલ બનાવવાની તૈયારી

વિજયભાઇ રૂપાણી પાસેથી મુખ્યમંત્રીની ખુરશી તો છીનવી લેવાઇ પણ હવે તેમને ગુજરાતથી બહાર મોકલશે ભાજપ

નવી દિલ્હી,તા. ૧૪: ગુજરાતના નાથ હવે વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે.

એવા સંકેત છે કે તેમને હવે રાજય પોલિટિકસથી દૂર રાખવામાં આવી શકે છે. જેનો એક રસ્તો એ છે કે તેમને રાજયપાલ બનાવી દેવાય. આનંદીબેન પટેલને જયારે હટાવીને વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે આનંદીબેને પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહતી. એવું કહેવાય છે કે તેમને રાજયપાલ બનાવવામાં વિજય રૂપાણીને મહત્વની ભૂમિકા હતી. કદાચ તેમને એવું લાગતું હશે કે આનંદીબેનના રાજયમાં સક્રિય રાજકારણમાં રહેવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

ગુજરાતની સંવેદનશીલતા એટલા માટે પણ વધી ગઈ છે કે હવે અહીં વિધાનસભા ચૂંટણી વધુ દૂર નથી. અહીં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિજય રૂપાણી સામે રાજયપાલ બનાવવાનો પ્રસ્તાવ રજુ થાય, અને જો થાય તો તેઓ સ્વીકારે કે નહીં તે આવનારો સમય જ જણાવી શકે.

આમતો રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે પણ તેમની ઇચ્છા દર્શાવી છે પણ તેમની ઇચ્છા પુરી થાય તેવી શકયતા નથી. સંકેત છે કે તેમને રાજ્યના રાજકારણથી દૂર રાખવામાં આવશે. એક જ રસ્તો છે તેમને રાજ્યપાલ બનાવી દેવાય એવું કહેવાય છે કે રૂપાણીમાં યેદીપુરપ્પા જેવી તાકાત નથી કે રાજ્યપાલ બનવવા પ્રસ્તાવને ઠુકરાવી દયે.

વિજયભાઇના રાજીનામાના કારણોમાં એક એ પણ છે કે તેઓ જ્ઞાતિ સમીકરણમાં ફીટ બેસતા ન્હોતા વિજયભાઇના રાજીનામાથી હરિયાણામાં ભાજપના જાટ નેતા ખુશ છે કારણ એ છે કે જાટને પ્રભુત્વવાળા રાજ્યમાં બીજા જાટને સીએમ બનાવી ભાજપે ત્યાં પ્રયત્ન કર્યો હતો. ત્યાં પણ નેતાઓને લાગે છે કે કંઇક ફેરફાર થશે. 

(11:25 am IST)