મુખ્ય સમાચાર
News of Tuesday, 14th September 2021

બિહારના સાંસદ પ્રિન્સ રાજ પાસવાનની દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન અરજી : પાર્ટીની કાર્યકર્તા ઉપર બળાત્કાર કરવાના આરોપસર દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : ચિરાગ પાસવાને પોલીસમાં ફરિયાદ ન નોંધાવવા દબાણ કર્યું હતું તેવો પીડિતાનો આરોપ

ન્યુદિલ્હી : બિહારના સમસ્તીપુરના લોક જનશક્તિ પાર્ટી (LJP) નાસાંસદ પ્રિન્સ રાજ પાસવાને દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન  અરજી કરી છે.

 પાર્ટીની પૂર્વ મહિલા કાર્યકર ઉપર બળાત્કાર મામલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં LJP સાંસદ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

દિલ્હીની કોર્ટના નિર્દેશ પર પ્રિન્સ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્ટનો આદેશ ગુરુવારે આવ્યો હતો અને તે પછી રાજકુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 376 (2) (K), 506, 201, 120B હેઠળ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને આ મામલે હજુ સુધી કોઈની પૂછપરછ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે પ્રિન્સ રાજ એલજેપી નેતા ચિરાગ પાસવાનના પિતરાઇ ભાઇ છે અને પોલીસના જણાવ્યા અનુસાર એફઆઇઆરમાં ચિરાગનું નામ પણ નોંધાયેલું છે. પોલીસે જણાવ્યું કે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ચિરાગે તેના પર પોલીસમાં ફરિયાદ ન નોંધાવવા દબાણ કર્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)