હાથરસમાં વધુ એક હેવાનિયત
૪ વર્ષની બાળા ઉપર પાડોશીનો રેપ
હાથરસ તા. ૧૪ : યુપીના હાથરસમાં ગેંગરેપનો કેસ હજુ ઠંડો પડયો નથી ત્યાં હવે ચાર વર્ષની બાળકી સાથે રેપનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. હાથરસના સાસણી વિસ્તારમાં ઘરવાળાના એક સંબંધી પર ચાર વર્ષની બાળકીની સાથે કથિત રીતે બળાત્કાર કરવાનો આરોપ મુકયો છે. કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આરોપી વિરૂધ્ધ ગંભીર ધારાઓમાં કેસ નોંધાવીને તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના હાથરસના સાસણી વિસ્તારના એક ગામની છે. પરિજનોના પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે, ચાર વર્ષની માસૂમ બાળકી ગામમાં એક ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન એક યુવક બહાનું કરીને બાળકીને તેમના ઘરે ઉઠાવી ગયા. ત્યારબાદ ઘરમાં માસૂમ બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો.
આ દરમિયાન બાળકીની ચીસ સાંભળીને પાડોશીઓને તેઓ લોહીલુહાણ સ્થિતિમાં જમીન પર પડેલી મળી. તેના ઘર લોકોએ ઘટનાની સૂચના બાળકીના ઘરવાળોને આપી. ઘરવાળા માસૂમ બાળકીને થાણે લઇને પહોંચ્યા. ત્યારબાદ પોલીસે બાળકીને મેડિકલ માટે મોકલી દીધા. સીઓ રૂચિ ગુપ્તાએ જણાવ્યું કે, સાસની વિસ્તારમાં ૪ વર્ષની બાળકીની સાથે તેના સંબંધીએ કથિત તરીકે બળાત્કાર કર્યો છે. પોલીસે આરોપીને ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ ગંભીર ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે.