મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

પહેલી સપ્ટેમ્બરથી આવનારી ભરતીમાં એક વર્ષની છૂટ મળશે

અનામત કેટેગરીના ઉમેદવારોની વયમર્યાદા ૪૧ વર્ષ : કોરોનાને કારણે અટવાઈ પડેલી ભરતીની પ્રક્રિયામાં વયને લીધે ગેરલાયક ઠરનારા ઉમેદવારોને સરકારે આપી રાહત : કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો

ગાંધીનગર,તા.૧૩ : કોરોનાને કારણે લાંબો સમય સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના લેવાતા વયમર્યાદાને કારણે તેમાં બેસવાની તક ગુમાવનારા ઉમેદવારોને સરકારે મોટી રાહત આપી છે.

 આજે મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી લઈને ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન આવનારી સીધી ભરતીમાં આ વયમર્યાદા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારે ટીએટીની વેલિડિટી વધારવાનો પણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત ૩૩૦૦ જેટલી ભરતી પુરકમાં થશે, જેની પ્રક્રિયા ઝડપથી શરુ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું હતું કે કોરોનાને કારણે અટવાઈ પડેલી ભરતી પ્રક્રિયામાં જે યુવાનો વયમર્યાદાને કારણે બિનલાયક ઠરે તેમ હતા તેમને વયમર્યાદામાં એક વર્ષની છૂટ અપાઈ છે. જેના હેઠળ સ્નાતક કક્ષાની ભરતીમાં હાલ બિનઅનામત વર્ગના પુરુષ ઉમેદવારોની વય ર્યાદા ૩૫ વર્ષથી વધારીને ૩૬ વર્ષ કરાઈ છે, જ્યારે બિનસ્નાતક કક્ષાની ભરતીમાં ઉપલી વયમર્યાદા ૩૪ વર્ષ કરાઈ છે. આ ઉપરાંત, સ્નાતક કક્ષાની ભરતીમાં અનામત વર્ગના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા ૪૦ વર્ષથી વધારીને ૪૧ વર્ષ કરાઈ છે, જ્યારે બિનસ્નાતક કક્ષાની ભરતીમાં તેને ૩૯ વર્ષ કરાઈ છે. તે જ રીતે, મહિલાઓને પણ ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટ અપાઈ છે, પરંતુ આ છૂટ ૪૫ વર્ષની વય સુધી મર્યાદિત છે. જીતુ વાઘાણીએ એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં પરીક્ષાની પદ્ધતિ બદલાશે. તેમાં ત્રિસ્તરીય પરીક્ષા લેવામાં આવશે. જોકે, તે અમલમાં ના આવે ત્યાં સુધી ટીએટીની મુદ્દત વધારવામાં આવી છે. જેનાથી ટીએટી પાસ યુવકોને નોકરીની તક મળશે, અને ૩૩૦૦ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં સરળતા રહેશે.

એક વર્ષની છૂટ આપવાની સાથે સાથે.. પ્રક્રિયા ઝડપથી શરુ કરવામાં આવશે

ગાંધીનગર,તા.૧૩ : કોરોનાને કારણે લાંબો સમય સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના લેવાતા વયમર્યાદાને કારણે તેમાં બેસવાની તક ગુમાવનારા ઉમેદવારોને સરકારે મોટી રાહત આપી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી લઈને ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન આવનારી સીધી ભરતીમાં આ વયમર્યાદા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારે ટીએટીની વેલિડિટી વધારવાનો પણ નિર્ણય લીધો છે, જેના અંતર્ગત ૩૩૦૦ જેટલી ભરતી પુરકમાં થશે, જેની પ્રક્રિયા ઝડપથી શરુ કરવામાં આવશે. એક વર્ષની છૂટ આપવાની સાથે સાથે નીચે મુજબ છે.

સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિનઅનામત ઉમેદવારોમાં હાલની વયમર્યાદા ૩૫ છે, જેને વધારીને ૩૬ વર્ષ કરવામાં આવી

સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતી ભરતીના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે ૩૩ વર્ષની વય મર્યાદા હતી, જેને વધારીને ૩૪ વર્ષ કરાઈ છે

સ્નાતક કક્ષાની ભરતીમાં એસસી, એસટી અને ઓબીસી તેમજ ઈબીસીમાં પુરુષ ઉમેદવારોની વયમર્યાદા ૪૦ વર્ષની છે, જેને વધારીને ૪૧ વર્ષ કરવામાં આવી છે

સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતી ભરતીમાં અનામત વર્ગના પુરુષ ઉમેદવારોની વયમર્યાદા એક વર્ષ વધારીને ૩૯ વર્ષ કરવામાં આવી છે

આ તમામ છૂટછાટો બાદ પણ વયમર્યાદા ૪૫ વર્ષથી વધુ નહીં થાય

બિનઅનામત મહિલા ઉમેદવારો માટે બિનસ્નાતક ભરતીમાં હાલ ૩૮ વર્ષની વયમર્યાદા છે, જેને ૩૯ વર્ષ કરવામાં આવી

બિનઅનામત મહિલા ઉમેદવારો માટે સ્નાતક ભરતીમાં હાલ ૪૦ વર્ષની વયમર્યાદા છે, જેને ૪૧ વર્ષ કરવામાં આવી

અનામત કેટેગરીની મહિલા માટે બિનસ્નાતક ભરતીની વયમર્યાદા ૪૪ વર્ષ કરાઈ

(12:00 am IST)